દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળ એવા વલસાડ તાલુકાના તિથલ દરિયાકિનારા નજીક એક અત્યંત ચોંકાવનારી અને શરમનાક ઘટના પ્રકાશમાં આવી છે. તિથલ બીચ પાસે એક સગીર વયની કિશોરી સાથે ગેંગરેપ આચરવામાં આવ્યો હોવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ બનાવની જાણ થતાં જ સ્થળ પર પહોંચેલી પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
એક વર્ષ જૂની ઓળખાણનો લાભ ઉઠાવી રાત્રે બોલાવી
પોલીસ તપાસમાં સામે આવેલી પ્રાથમિક વિગતો અનુસાર, ભોગ બનનાર પીડિતા અને ત્રણેય આરોપીઓ સગીર વયના છે. પીડિતા અને ત્રણ પૈકીનો એક સગીર આરોપી છેલ્લા 1 વર્ષથી એકબીજાના પરિચયમાં હતા. અગાઉથી ઓળખાણ હોવાના કારણે આરોપીએ સગીરાને રાત્રિના સમયે તિથલ દરિયાકિનારે મળવા માટે બોલાવી હતી. સગીરા તેના પર વિશ્વાસ મૂકીને મળવા પહોંચી હતી.

