વલસાડમાં મહિલા વ્યાજખોરની ધરપકડ 27 હજાર સામે 91 હજાર વસૂલ્યા છતાં ધમકી આપતી હતી અને વલસાડ સિટી પોલીસે એક મહિલા વ્યાજખોરની ધરપકડ કરી છે. આ મહિલાએ રૂ. 27,000 લોન સામે રૂ. 91,000 વસૂલ્યા હોવા છતાં પીડિતાને વધુ પૈસા માટે ધમકી આપી હતી.


પોલીસે આ મામાલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

પોલીસે વ્યાજખોર મહિલાની કરી ધરપકડ, પીડિતા ભાવિનીબેન ગણેશભાઈ પટેલ નામની GRD સભ્ય મહિલાએ વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદી ભાવિનીને જરૂરિયાત હોવાથી આરોપો નીલમ પાસેથી રૂ. 27,000 વ્યાજે લીધા હતા અને આરોપી નીલમ અગાઉથી જ રૂ. 50,000નો સિક્યુરિટી ચેક પણ લખાવી લીધો હતો અને અને વધુ પૈસા વસુલવા ધમકી આપતાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે વ્યાજખોર મહિલાની ધરપકડ કરી છે.

વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, મહિલા વ્યાજખોરે વ્યાજ પણ લીધુ અને રૂપિયા ચૂકવાઈ ગયા તેમ છત્તા વ્યાજ લેવાનું ચાલુ રાખ્યું હતુ, ભાવિનીબેન પટેલ નામની યુવતીને જાન્યુઆરી-2025માં નાણાંની જરૂર પડી હતી. તેણે વલસાડના નનકવાડા વિસ્તારમાં રહેતી નિલમબેન નિલેશભાઈ સુરતી પાસેથી ₹27,000 રોકડા વ્યાજે લીધા હતા. આ રકમ પર માસિક 33 ટકા જેવું તોતિંગ વ્યાજ નક્કી કરવામાં આવ્યું હતું.


આ પણ વાંચો : Surendranagar ARTO દ્વારા ટુ વ્હીલર/થ્રી વ્હીલર/ફોર વ્હીલર/હેવી વાહનની સીરીઝના ગોલ્ડન/સિલ્વર નંબરો માટે રિ-ઓકશન યોજાશે


  • Follow us on: