વલસાડમાં જાહેરમાં બે યુવકોએ મચાવ્યો આતંક અને ઓવરટેક જેવી નજીવી બાબતે વૃદ્ધને માર્યો માર, તો વૃદ્ધને બે લુખ્ખાઓ જાહેર રોડ પર લાતો મારી રહ્યા છે અને રસ્તા ઉપર નીચે સુવડાવીને વૃદ્ધને માર માર્યો છે, તો ઘટનાની જાણ થતા પોલીસે સ્થળે પર પહોંચીને બે લુખ્ખાઓની અટકાયત કરી હતી.


પોલીસે બન્ને માત્ર માફી મંગાવી છોડી મૂક્યા

પોલીસની આ કેસમાં લૂલી ભૂમિકા સામે આવી છે જેમાં પોલીસે બન્નેની અટકાયત તો કરી પણ પોલીસે માફી મંગાવી છોડી મૂકયા હતા અને ફકત પ્રોહિબિશનનો કેસ નોંધ્યો હતો, મારામારીનો કોઈ કેસ પોલીસે નોંધ્યો નથી, તો પોલીસે દારૂ પીધેલાનો કેસ કરીને બચાવ કર્યો છે અને અસામાજિક લુખ્ખા તત્વો સામે પોલીસ લાચાર બની હોય તેવું લાગી રહ્યું છે, તો ઝડપાયેલ બન્ને યુવકો પોલીસ સ્ટેશન આવીને હસવા લાગ્યા હતા અને જાણે નિર્દોષ હોય તેવું વર્તન કરતા હતા.

વલસાડ શહેરમાં જાહેરમાં બે યુવકોએ મચાવ્યો આતંક

ઓવરટેક જેવી નજીવી બાબતે એક વૃદ્ધ અને ઢોર માર્યો છે અને વૃદ્ધને માર મારતા તેમને પણ ઈજા પહોંચી છે, પોલીસ આવા અસામાજિક તત્વો સામે કેમ ઢીલી પડે છે તે ખબર નથી પડતી, વીડિયોમાં દેખાય છે કે, વૃદ્ધને ઢોર માર માર્યો છે તેમ છત્તા પોલીસે ફકત પ્રોહિબિશનનો કેસ નોંધતા વલસાડ પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.


આ પણ વાંચો : Railway News : રાજકોટ રેલવે ડિવિઝને ફેબ્રુઆરી મહિનામાં રેલવે સંપત્તિ ચોરીમાં 10 આરોપીઓની ધરપકડ, 21 ચેન પુલિંગ કેસોમાં કાર્યવાહી


  • Follow us on: