તેલંગાણામાં એક અજીબો ગરીબ હત્યાકાંડ બહાર આવ્યો છે જેમાં એક મહિલાએ પોતાના પ્રેમી અને તેના મિત્રની સાથે મળીને પોતાના પતિની નિર્મમ હત્યા કરી હતી. આ હત્યાનું કાવતરું તેણે શાંત અને ઠંડા દિમાગથી રચ્યું હતું અને કોઇને ગંધ સુદ્ધાં ના આવે તેવું તેણે ધ્યાન પર રાખ્યું હતું. પતિની હત્યા કેવી રીતે કરવી તે માટે તેણે યુ ટ્યુબ પર અનેક વીડિયો પણ જોયા હતા અને આખરે તેણે યુ ટ્યુબમાંથી શીખીને પતિની હત્યાને અંજામ આપ્યો હતો.


મૃતક સફાઇ કર્મી હતો

મળેલી માહિતી મુજબ તેલંગાણાના કરીમનગરમાં રહેતી આ પુરુષનું નામ સંપથ છે અને તે એક લાઇબ્રેરીમાં સફાઇ કર્મી હતો. તેને શરાબ પીવાની ટેવ હતી. શરાબના નશામાં તે પત્નીની મારઝૂડ કરતો હતો. તેમને 2 બાળકો છે અને તેની પત્ની રમા દેવી નાસ્તાની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી.

નાસ્તાની લારી પર પ્રેમી સાથે મુલાકાત

નાસ્તાની દુકાન પર જ રમા દેવીની મુલાકાત કર્રે રાજ્ય્યા સાથે થઇ હતી જેની ઉંમર 50 વર્ષ છે. મુલાકાત બાદ બંને વચ્ચે ગાઢ સંબંધો બન્યા હતા અને બંને વચે નાજાયઝ સંબંધ વિકસ્યા હતા. તેની સાથે રમા દેવીને પ્રેમ સંબંધ બંધાયો હતો

પતિથી છુટકારો મેળવવો હતો

રમા દેવી પતિની રોજની શરાબ પીવાની ટેવથી તથા મારઝૂડ કરવાની ટેવથી ત્રાસી ગઇ હતી જેથી રામાદેવીએ પોતાના પતિથી છૂટકારો મેળવવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો.

યુટ્યુબ પર હત્યાની યોજના

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે રામાદેવીએ યુટ્યુબ પર એક એવો વીડિયો જોયો હતો, જેમાં કાનમાં જીવલેણ કીટનાશક નાખીને હત્યા કરવાનું કાવતરું બતાવાયું હતું. તેણે આ ભયાનક રીતનો ઉપયોગ પતિ પર કરવા માટે રાજય્યા સાથે વાત કરી.

હત્યાની રાતે શુ બન્યું

કાવતરા મુજબ રામાદેવીના પતિ સંપથને બોમ્માકલ ફ્લાયઓવર પાસે દારૂ પીવા બોલાવવામાં આવ્યો હતો જ્યાં રાજય્યા અને તેનો મિત્ર શ્રીનિવાસ હાજર હતા. દારૂ પીધા બાદ સંપથ જ્યારે નશામાં જમીન પર પડ્યો, ત્યારે રાજય્યાએ તેના કાનમાં કીટનાશક પ્રવાહિત નાંખી દીધું, જેના લીધે તેનું તાત્કાલિક મોત થયું.હત્યા બાદ રાજય્યાએ રામાદેવીને ફોન કરીને કહ્યું ..કામ થઈ ગયું છે.

પોલીસને શંકા ગઇ

અગાઉથી તૈયાર સ્ક્રીપ્ટ પ્રમાણે, રામાદેવી તે દિવસે પોલીસ સ્ટેશન પહોંચી અને પતિ ગુમ થયા છે એમ જાણાવ્યું હતું પણ પોલીસે શંકા ત્યારે ગઇ જ્યારે 1 ઓગસ્ટે મૃતદેહ મળ્યા બાદ, રામાદેવી અને રાજય્યાએ બંનેએ એકસાથે પોસ્ટમોર્ટમ નહીં કરવા માટે દબાણ કર્યું હતું જે પોલીસને જે અસામાન્ય લાગ્યું.

પોલીસે ઉંડી તપાસ કરી

શંકાના આધારે પોલીસે રમા દેવી અને તેના મિત્રના કોલ ડેટા, મોબાઇલ લોકેશન CCTV ફૂટેજ તપાસ્યા હતા જેથી હત્યાનું કાવતરું પકડાઇ ગયું હતું. પોલીસે ત્રણેય આરોપીઓ રામાદેવી, રાજય્યા અને શ્રીનિવાસની અટકાયત કરી પુછપરછ કરતાં આખરે ત્રણેય જણાએ ગુનો કર્યો હોવાની કબુલાત કરી હતી.


  • Follow us on: