Critical Situation For Xi Jinping And His Party For Ruling China
  • Home
  • Featured
  • ભારતની કમરતોડ જવાબી કાર્યવાહીથી જિનપિંગની ખુરશી ડગમગવા લાગી, પડ્યા મોટા ફટકા

ભારતની કમરતોડ જવાબી કાર્યવાહીથી જિનપિંગની ખુરશી ડગમગવા લાગી, પડ્યા મોટા ફટકા

 | 7:30 pm IST

અમેરિકા સાથે વેપાર યુદ્ધ અને પછી કોરોનાનાં કારણે ચીનની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. આવામાં તે પોતાની સૈન્ય તાકાત અથવા વ્યાપારી પકડની ધાક બતાવવાનાં પ્રયત્નો કરી રહ્યું છે. જો કે જાણકારોનું કહેવું છે કે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની રાજદ્વારી અને વ્યૂહાત્મક પકડ નબળી થઈ રહી છે અને તેમને મોટો ઝાટકો લાગ્યો છે. ભારતની જવાબી કાર્યવાહીથી ચીનનાં સુપ્રીમ લીડર પર પ્રશ્ન ઉઠી રહ્યા છે.

જિનપિંગની કાબૂ બહાર જઈ રહી છે સ્થિતિ

એવો કોઈપણ સંકેત જોવા નથી મળી રહ્યો જેનાથી જાણવા મળે કે જિનપિંગનું કૉમ્યુનિસ્ટ પાર્ટી પર પ્રભાવી નિયંત્રણ છે. આ વખતે ના ફક્ત ચીનની હાલત ખરાબ થઈ રહી છે, પરંતુ રાષ્ટ્રપતિનાં હાથથી પણ સ્થિતિ કાબૂ બહાર જતી જોવા મળી રહી છે. 2015-16નાં સ્લોડાઉનમાં ચીની રાષ્ટ્રપતિની છબિ પર કોઈ પ્રભાવ નહોતો પડ્યો, પરંતુ આ સમય તેમના પર ભારે પડી રહ્યો છે. તે સમયે રાષ્ટ્રપતિએ વધારે મહેનત કર્યા વગર પોતાની શાખ બચાવી લીધી હતી. મંદીનો સામનો કરી રહેલા ચીનને આ વખતે પશ્ચિમી દેશોનાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે જે પહેલા અનેક મુદ્દાઓમાં ચીનની સાથે રહેતા હતા.

BRI પ્રોજેક્ટને પણ લાગ્યો મોટો ઝાટકો

કોરોનાનાં કારણે ચીનની છબિ ખરાબ થઈ ગઈ છે. ચીનનાં એલીટ લોકો અભ્યાસ માટે અથવા પર્યટન માટે પશ્ચિમી દેશોનો પ્રવાસ કરતા હતા જેઓ હવે પોતાના જ દેશમાં રહેવા માટે મજબૂર છે. ચીનનાં મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ ઇનિશિએટિવને પણ જોરદાર ધક્કો લાગ્યો છે. આ પ્રોજેક્ટનાં માધ્યમથી તે પોતાના રાજદ્વારી લક્ષ્યાંકોને મેળવવા ઇચ્છતુ હતુ. ચીન પર આરોપ છે કે તેણે ખતરનાક કોરોના વાયરસને છુપાવ્યો અને આખા વિશ્વમાં ફેલાવી દીધો. હવે દેશો બીઆરઆઈનાં મુદ્દે પણ લૉનની રીશેડ્યૂલિંગની માંગ કરી રહ્યા છે.

સમુદ્રમાં કાયદાનું પાલન કરવા માટે અનેક દેશોએ આપી ચેતવણી

અનેક કડવા અનુભવો છતા શી જિનપિંગ સંસ્કૃતિ ક્રાંતિનાં સમયથી જ કૉમ્યુનિસ્ટ પાર્ટીનાં વફાદાર મનાતા રહ્યા છે અને તેમણે પોતાના પ્રયત્નોથી પાર્ટીને પુન:જીવિત કરી છે. શીએ પોતાના દેશમાં ભ્રષ્ટાચારની વિરુદ્ધ ક્રૂર અભિયાન ચલાવ્યું અને વિરોધીઓને સખ્ત સજા આપી. સ્પષ્ટ છે કે ચીન પોતાની તાકાતથી પાડોશીઓને ધમકાવવા ઇચ્છતુ હતુ, પરંતુ ભારતની જબરદસ્ત કાર્યવાહીની તેને આશા નહોતી. ચીન સમુદ્રમાં પણ દાદાગીરી કરી રહ્યું છે, પરંતુ જાપાન સહિત અનેક દેશોએ તેને કાયદાનાં પાલનની ચેતવણી આપી છે.

જનતાની નજરોમાં પાર્ટીનું વર્ચસ્વ બચાવી રાખવાનો પડકાર

હોંગકોંગમાં લગાવવામાં આવેલા પ્રતિબંધોનાં કારણે પણ શી જિનપિંગે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. એક નાના સમય માટે રાષ્ટ્રવાદનો મુદ્દો તેમને બચાવવામાં સફળ રહી શકે છે, પરંતુ લાંબા સમય માટે આ પણ કારગર નહી થાય. આ સમયે શી જિનપિંગ માટે પોતાની જનતાની નજરોમાં પાર્ટીનું વર્ચસ્વ બચાવી રાખવું મોટો પડકાર છે.

આ વિડીયો પણ જુઓ: ચીન સાથે LAC પર તણાવ, રાષ્ટ્રપતિ કોવિંદને મળ્યા PM મોદી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન