Cryptocurrency To Rise: Bitcoin price increase at near 48 lakh
  • Home
  • Business
  • બિટકોઇનમાં ફાટફાટ તેજી પાછળ કારણ શું? જાણો અહીં

બિટકોઇનમાં ફાટફાટ તેજી પાછળ કારણ શું? જાણો અહીં

 | 3:55 pm IST
  • Share

  • અમેરિકામાં આવનારા થોડાંક ગિવસમાં બિટકોઇન ETFને મળી શકે છે મંજૂરી

  • ETFની આશાએ બિટકોઇનના ભાવમાં સતત તેજી

  • એપ્રિલના મધ્યમાં બિટકોઇનનો ભાવ 65,000 ડોલરની નજીક પહોંચ્યો હતો

દુનિયાની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇનના ભાવમાં શનિવારના રોજ 62000 ડોલરની નજીક પહોંચી ગયા છે. અંદાજે 6 મહિનામાં પહેલી વખત તેના ભાવમાં ફાટફાટ તેજી જોવા મળી રહી છે. કહેવાય છે કે અમેરિકન રેગ્યુલેટર્સ આવનારા થોડાંક દિવસમાં દેશના પહેલાં બિટકોઇન એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF)ને મંજૂરી આપી શકે છે. તેની પાછળ બિટકોઇનના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે અને તે પોતાના રેકોર્ડ હાઇની નજીક પહોંચી ગયો છે. એપ્રિલના મધ્યમાં તેના ભાવ 65,000 ડોલરની આસપાસ પહોંચી ગયા હતા.

ક્રિપ્ટો એક્સચેન્જ વજીરએક્સના મતે બપોરે 12.30 વાગ્યે 3.67 ટકાની તેજી સાથે 61720 ડોલર એટલે કે 4790152 રૂપિયા પર ટ્રેડ કરી રહી હતી. દુનિયાની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી ઇથર પણ 0.24 ટકાની તેજી સાથે 3839 રૂપિયા પર ટ્રેડ કરી રહી હતી. મજાક-મજાકમાં શરૂ થયેલી ક્રિપ્ટોકરન્સી ડોગકોઇનના ભાવ 2.17 ટકા ઉછળ્યા. આ બધાની વચ્ચે NKNના ભાવમાં 52.40 ટકા, KEEPમાં 27 ટકા તેજી આવી છે.

ક્રિપ્ટોકરન્સીના રોકાણકારો અમેરિકામાં પહેલાં બિટકોઇન ઇટીએફને મંજૂરી મળવાની રાહ જોઇ રહ્યા છે. તેને ડિજિટલ એસેટ્સના મેનસ્ટ્રીમ અડોપ્શનની દિશામાં પગલું મનાય છે. બ્લૂમબર્ગના ન્યૂઝ પ્રમાણે યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન આવતા સપ્તાહથી અમેરિકાના પહેલાં બિટકોઇન ફ્યુચર્સ ઇટીએફને ચલાવાની મંજૂરી આપી શકે છે. અમેરિકામાં બિટકોઇન ઇટીએફ લોન્ચ કરવા માટે VanEck Bitcoin Trust, ProShares, Invesco, Valkyrie અને Galaxy Digital Funds સહિતના કેટલાંય ફંડ મેનેજર્સે અપ્લાય કર્યું છે. કેનેડા અને યુરોપમાં આ વર્ષે Crypto ETF લોન્ચ થઇ ચૂકયું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો