Currently a video of wedding Jan is going viral on internet
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: આ ડોશીઓના મોઢા પર સ્મિતનું કારણ જાણી મોજ આવશે, જાનૈયાનું એકદમ હટકે સ્વાગત!

VIDEO: આ ડોશીઓના મોઢા પર સ્મિતનું કારણ જાણી મોજ આવશે, જાનૈયાનું એકદમ હટકે સ્વાગત!

 | 10:50 am IST
  • Share

હાલમાં લગ્નનો સમય જોરોશોરોથી ચાલી રહ્યો છે. અત્યારે તો રોજ સવારે ઉઠો એટલે ગામના કોઈના કોઈ ઘરે તો જાનનું આગમન કે પછી કોઈના છોકરાની જાન જતી હોય. ત્યારે જાનમાં જવાનો શોખ કોને ન હોય? નાના મોટા બધાને જાનૈયા બનવાનો શોખ તો હોય જ. પરંતુ ઉંમર પણ એક પડાવ છે. એટલે ઉંમર લાયક માણસોને જાનમાં તકલીફ પડી શકે છે.

જ્યારે કોઈ ખટારામાં જાન જાન ત્યારે વૃદ્ધ લોકોને મુશ્કેલી ઉભી થાય એ દેખીતી વાત છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે એમાં કંઈક એવું જ બતાવવામાં આવી રહ્યું છે. પરંતુ અહીં જે જુગાડ કરવામાં આવ્યો એ કંઈક હટકે છે. JCB લઈને જાનૈયાને ખટારામાંથી નીચે ઉતારવામાં આવી રહ્યા છે. જે પણ ડોસીઓને તકલીફ પડે એને બધાને JCB થકી નીચે ઉતારવામાં આવી રહ્યા છે. જાનૈયાનું આવું સ્વાગત તમે ક્યાંય નહીં જોયું હોય! સોશિયલ મીડિયા પર આ વીડિયો લોકોને ખુબ મનોરંજન પુરુ પાડી રહ્યો છે અને ખુબ વાયરલ થઈ રહ્યો છે. તો જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો