cyclone jawad update weather forecast imd
  • Home
  • India
  • જવાદ વાવાઝોડાના કારણે આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને MPમાં વધી ઠંડી

જવાદ વાવાઝોડાના કારણે આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને MPમાં વધી ઠંડી

 | 9:52 am IST
  • Share

  • આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને MPમાં વધી ઠંડી

  • આંધ્ર સરકારે ઉત્તર તટીય વિસ્તારોમાં જાહેર કર્યું હાઈ એલર્ટ

  • 3-5 ડિસેમ્બરની વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

IMDની તરફથી મળી રહેલી માહિતિ અનુસાર જવાદ વાવાઝોડું શનિવારે સવારે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના તટને ટકરાઈ શકે છે. વિભાગે ગુરુવારે કહ્યું કે 3 નવેમ્બરે દક્ષિણ તટીય ઓરિસ્સા અને ઉત્તરી તટીય આંધ્રપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. આ સાથે તોફાનના કારણે આંધ્ર સરકારે 3 ઉત્તરી તટીય વિસ્તારોમાં અધિકારીઓને હાઈ એલર્ટ પર રહેવાના આદેશ આપ્યા છે. આ સાથે 3-5 ડિસેમ્બરના રોજ માછીમારોને પણ પશ્ચિમ, મધ્ય અને ઉત્તર પશ્ચિમની ખાડીમાં ન જવાની સલાહ આપી છે.

 

આવી રહેશે હવાની ગતિ

આંધ્રપ્રદેશમાં શુક્રવાર રાતથી બંગાળની ખાડીના તટ પર 45-65 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાય તેવી શક્યતા છે આ સાથે શનિવારે સવારે પણ 70-90 કિમી પ્રતિ કલાકે પહોંચી શકે છે. ચક્રાવાતી તોફાનના પરિણામે ઉત્તરી તટીય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે.

 

મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે કરી વાતચીત

મુખ્યમંત્રી વાઈ એસ જગન મોહન રેડ્ડીએ ગુરુવારે શ્રીકાકુલમ, વિજયનગરમ અને વિશાખાપટ્ટનમના જિલ્લા અધિકારીઓ સાથે વાત કરી અને તોફાનને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી પગલા લેવાનો આદેશ આપ્યો છે. 4 ડિસેમ્બરે તટીય આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે બંગાળની ખાડીમાં બની રહેલા એક ચક્રાવાતી તોફાનથી દક્ષિણ બંગાળના અનેક જિલ્લામાં ભારે પવન સાથે ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે ગુરુવારે જાણકારી આપી હતી કે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં બની રહેલા નીચા વાયુ દબાણના ઊંડા દબાણને કારણે ચક્રાવાતી તોફાનનું રૂપ ધારણ કરે તેવી શક્યતા છે.

 

શનિવારે આવી રહેશે સ્થિતિ

આ સાથે શનિવારે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી, ઉત્તરી આંધ્રપ્રદેશ તટ- દક્ષિણ ઓરિસ્સા તટ સુધી ચક્રાવાત પહોંચે તેવી શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું કે તેના પ્રભાવથી શનિવારે પૂર્વી મિદનાપુરમાં એક કે બે જગ્યાઓએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે તો પશ્ચિમી મિદનાપુર, ઝારગ્રામ અને હાવડામાં પણ ભારે વરસાદ થઈ શકે છે.

 

મધ્યપ્રદેશમાં ઘટ્યું તાપમાન

ભોપાલ અને ઈંદોર સહિત પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ગુરુવારે સામાન્ય વરસાદ થયો છે અને સાથે ક્ષેત્રના તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે ઈન્દોર સહિત 8 જિલ્લામાં વીજળી પડવાની ચેતવણી પણ આપી છે અને સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં તડકો જોવા મળશે નહીં અને ઠંડીની સ્થિતિ કાયમ રહેશે. આ સાથે ભોપાલ અને ઈંદોર સહિત અનેક જગ્યાઓએ વરસાદની પણ શક્યતા જોવા મળી રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો