Dadra Nagar Haveli At Corona Blast, pharmaceutical company 14 employees tested Corona positive, plant shut down
  • Home
  • Corona
  • દાદરા નગર હવેલીમાં સૌથી મોટો કોરોના વિસ્ફોટ થયો, દવા બનાવતી સનફાર્મા કંપનીના 14 કર્મચારીઓ પોઝિટિવ

દાદરા નગર હવેલીમાં સૌથી મોટો કોરોના વિસ્ફોટ થયો, દવા બનાવતી સનફાર્મા કંપનીના 14 કર્મચારીઓ પોઝિટિવ

 | 1:20 pm IST

કોરોના મહામારી વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે. કેડિલા ફાર્માના ધોળકા સ્થિત પ્લાન્ટમાં કોરોના વાઈરસથી ચેપગ્રસ્ત કર્મચારીઓનો બ્લાસ્ટ થયા બાદ અન્ય એક દવા બનાવતી સનફાર્મા કંપનીના 14 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત બન્યા છે. જેના કારણે આખો પ્લાન્ટ બંધ કરવાની નોબત આવી છે. વલસાડ સ્થિત સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં કોરોનાનો સૌથી મોટો બીજા નંબરનો વિસ્ફોટ થયો છે. જેમાં એક દવા બનાવતી કંપની સન ફાર્માના ક્વોલિટી કંટ્રોલ વિભાગમાં ફરજ બજાવતો ગણદેવી તાલુકાને યુવાન ગઈકાલે સંક્રમીત થયો હતો.

આજે 14 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી દાદરા ખાતે આવેલા પ્લાન્ટને બંધ કરી દેવામાં આવ્યો છે. તમામ પોઝિટિવ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. સાથે જ તેમના સંપર્કમાં આવેલા અન્ય લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. તંત્ર દ્વારા અન્ય કર્મચારીઓને ચેપ ન લાગે તે માટે પ્લાન્ટ બંધ કરી દઈને સેનિટાઈઝેશન સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ કેડિલા ફાર્માના ધોળકા સ્થિત પ્લાન્ટમાં કોરોના વાઈરસથી ચેપગ્રસ્ત કર્મચારીઓનો બ્લાસ્ટ થયો હતો. પોઝિટિવ કર્મચારીઓની સંખ્યા વધતા આખેઆખા પ્લાન્ટને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન