Dahod Fatehpura At A mother of 7 fled with her father of 5 children
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દાહોદના ફતેપુરામાં મચ્યો ખળભળાટ, 7 સંતાનોની માતા 5 સંતાનોના પિતા સાથે ભાગી, 12 સંતાનોની હાલત કફોડી

દાહોદના ફતેપુરામાં મચ્યો ખળભળાટ, 7 સંતાનોની માતા 5 સંતાનોના પિતા સાથે ભાગી, 12 સંતાનોની હાલત કફોડી

 | 11:58 am IST

ફતેપુરા તાલુકાના એક ગામમાં આધેડ પ્રેમી પંખીડાં પોતાનાં 12 સંતાનોને રઝળતા મુકીને પલાયન થઈ જતાં ચકચાર મચી ગઈ હતી. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના એક ગામમાં પ્રેમમાં પડ્યા બાદ 7 સંતાનોની માતા અને 5 સંતાનોના પિતા ઘર છોડીને ભાગી ગયા છે. જેના કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે. પરિણીત પ્રેમી અને પ્રેમિકા 12 સંતાનોને ઘરે મુકીને ભાગી જતા દાહોદ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલે પતિએ પત્નીને પરત મેળવવા માટે પોલીસનો આશરો લીધો છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ફ્તેપુરા તાલુકાના નીંદકા પૂર્વ ગામના યુવાનના આશરે વીસ વર્ષ અગાઉ સમાજના રિવાજ મુજબ સુખસર પાસેના મારગાળા ગામાં લગ્ન થયા હતા. સાથે જીવન-મરણના કોલ આપ્યા બાદ બે પુત્રો તથા પાંચ પુત્રીઓનો ઉછેર પણ કર્યો અને આધેડ ઉંમરને આંબવા આવી ચૂકેલી આ સાત સંતાનોની માતાને પોતાના પતિ ઉપર કોઈક કારણોસર અણગમો થયો હોય કે અન્ય કોઈ કારણ હોય! પરંતુ પોતાના સાત સંતાનો અને પતિની પરવા કર્યા વગર પાંચ સંતાનોના પિતાને દિલ દઈ બેઠી.

બીજી બાજુ પાંચ સંતાનોના પિતા પણ પત્ની સહિત પાંચ સંતાનોની પરવા કર્યા વગર સાત સંતાનોની માતા ઉપર મોહી પડયા અને પ્રેમ સંબંધને આગળ ધપાવવા ચોરી છૂપીથી પ્રેમને અંજામ આપવા કરતા ઘરબાર છોડી ઘરસંસારથી દૂર ભાગી છૂટવાનો મનસૂબો કરી પંદરેક દિવસ આગાઉ આ બંને કહેવાતા પ્રેમીઓ ઘર છોડી ઉડી ગયા. તેમ છતાં આ બંને પકડાઈ જવાનો ડર ન હોય તેમ વોટ્સઅપ દ્વારા ફેટાઓ પણ મોકલી રહ્યા છે. જ્યારે વર્ષો સુધી સજોડે ઘરસંસાર ચલાવ્યા બાદ દગો દઇ ગયેલી પરણિતાના પતિએ પોતાની પત્નીને પરત લાવવા માટે પોલીસમાં જાણ કરી છે.

જુઓ આ પણ વીડિયો: શ્રેય હોસ્પિટલની દુર્ઘટના અંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન