daisy shahs hot photos go viral on social media
  • Home
  • Featured
  • PHOTOS: આ અભિનેત્રીએ એવા શું કાંડ કર્યા કે, લોકોએ સલમાન ખાનને કહ્યું-તું એનાથી દુર રહેજે

PHOTOS: આ અભિનેત્રીએ એવા શું કાંડ કર્યા કે, લોકોએ સલમાન ખાનને કહ્યું-તું એનાથી દુર રહેજે

 | 3:32 pm IST

બૉલિવૂડ અભિનેત્રી ડેઝી શાહે હાલમાં જ પોતાની યૂટ્યુબ ચેનલ શરુ કરી છે. અભિનેત્રીએ આ પાછળનું કારણ પણ જણાવ્યું છે. ડેઝીએ કહ્યું કે, વીડિયો પ્રોજેકટ શરુ કરવા પાછળનું કારણ મારા બધા જ ફેન્સ રિયલ ડેઝીને જાણશે અને સ્વીકાર કરશે. ડેઝીએ કહ્યું કે, નવા પ્લેટફૉમના માધ્યથી હું આપ સૌ સાથે જોડાઈશ.

રેસ-૩ ફિલ્મની સફળતા બાદ સેક્સી સ્ટાર ડેઝી પણ ભારે લોકપ્રિય થઇ ગઇ છે. તેની બોલબાલા ફરી એકવાર વધી ગઇ છે. સલમાન સાથે તેના સંબંધોની ચર્ચા સતત થતી રહી છે. એવા પણ અહેવાલ આવ્યા હતા કે સલમાન ખાનને ડેઝી શાહથી દુર રહેવા માટે કેટલાક લોકોએ સલાહ આપી છે. આ વિશે જ્યારે ડેઝી શાહને પુછવામાં આવ્યુ ત્યારે ડેઝી શાહે કહ્યુ હતુ કે આ અહેવાલ બિલકુલ આધાર વગરનો છે.

ડેઝીનુ કહેવુ છે કે તે સલમાનની સારી મિત્ર ફ્રેન્ડ છે. ડેઝી શાહે કહ્યુ છે કે તે સલમાન ખાન અને તેમના પરિવારની બિલકુલ નજીક છે. સાથે સાથે તે લુલિયાનુ પણ સન્માન કરે છે. હાલમાં ડેઝીના કેટલાક હોટ ફોટો વાયરલ થઈ રહ્યા છે. ડેઝી અવાર નવાર પોતાના સોશિયલ મીડિયા પર હોટ અને બોલ્ડ ફોટો અપલોડ કરતી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન