દલિતોની દાંડીયાત્રાઃ 'તમે તમારું ગાયનું પૂંછડું રાખો અને અમને અમારી જમીન આપો' - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • દલિતોની દાંડીયાત્રાઃ ‘તમે તમારું ગાયનું પૂંછડું રાખો અને અમને અમારી જમીન આપો’

દલિતોની દાંડીયાત્રાઃ ‘તમે તમારું ગાયનું પૂંછડું રાખો અને અમને અમારી જમીન આપો’

 | 8:02 pm IST
  • Share

‘ડો. આંબેડકર કે નામશે યે શપથ લેતે હૌ કી… આજ કે બાદ કભીભી મરે હુયે પશુઓ કો ઉઠાને કા કામ નહીં કરેંગે. આ શપત દલિતો લઈ રહ્યા છે. દલિત સમાજના આગેવાન બનેલા જિજ્ઞેશ મેવાણી સહિત 101 દલિતો ‘દલિત અસ્મિતા યાત્રા’ કરી રહ્યા છે. અમદાવાદથી ઉના સુધીની આ દલિત અસ્મિતા રેલીમાં વચ્ચે આવનારા ગામોમાં દલિત સમાજના લોકોને મળીને તેમને પ્રતિજ્ઞા લેવડાવી રહ્યા છે. દલિતોના પરંપરાગત ગણાતા મૃત ઢોર ઉપાડવાના વ્યવસાયમાંથી બહાર નીકળી અન્ય વ્યવસાય તરફ વળવું જોઇએ. ઉલ્લેખનીય છે કે જેવી રીતે ગાંધીબાપુએ મીઠા ઉપરના કરને નાબુદ કરવા માટે દાંડીયાત્રા કરી હતી એવી જ રીતે દલિતોએ દાંડીયાત્રાની કન્સેપ્ટ સાથે દલિત અસ્મિતા યાત્રા કાઢી છે.

દલિત અસ્મિતા યાત્રા અમદાવાદથી નીકળ્યા બાદ વેલથરા, ધોળકા, સરન્ડી ખાનપુર, મઘીયા, સોનાર કુઈ જેવા વિવિધ ગામોમાંથી પસાર થઈ હતી. આ યાત્રામાં દલિત આગેવાન જિજ્ઞેશ મેવાણી સમાજના લોકોને સંબોધી રહ્યા છે. અને તેમને ઉપર ઉઠવાની અપિલ પણ કરી રહ્યા છે. તેમણે એક સભામાં દલિતોને પ્રતિજ્ઞા લેવડાવતા જણાવ્યું હતું કે, ‘ડો. આંબેડકર કે નામશે યે શપથ લેતે હૌ કી… આજ કે બાદ કભીભી મરે હુયે પશુઓ કો ઉઠાને કા કામ નહીં કરેંગે. સાથે સાથે આપણે સરકાર પાસે માંગણી કરીશું અને કહીશું કે તમે તમારું ગાયનું પૂંછડું રાખો અને અમને અમારી જમીન આપો.’

ઉલ્લેખનીય છે કે જિજ્ઞેશ મેવાણી સહિત 101 દલિતોની યાત્રા દરમિયાન આવતા ગામોમાં દલિત સમાજના લોકોએ સ્વાગત કરી આવકાર્યા હતા. તેમજ તેમની તમામ પ્રાથમિક વ્યવસ્થા પણ કરી આપી હતી.

2

અમદાવાદથી ઉના સુધી નીકળી છે ‘દલિત અસ્મિતા યાત્રા’
ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારના વિરોધમાં 101 દલિત દ્વારા “દલિત અસ્મિતા રેલી”નું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના વેજલપુર સ્થિત આંબેડકર ભવનથી આ રેલીનો પ્રારંભ થયો હતો. દલિતો અમદાવાદથી ઉના પગપાળા જવા નિકળી ગયા છે. 15મી ઓગસ્ટે આ રેલી ઉના પહોંચશે. રાજ્યના વિવિધ શહેરોમાં પદયાત્રીઓ આ યાત્રામાં જોડાશે. 15મી ઓગસ્ટે ઉના પહોંચ્યા બાદ ત્યાં પદયાત્રીઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે.

1

દલિત અસ્મિતા યાત્રામાં આ સુત્રોચાર થયા
દલિત સમાજના લોકોએ યાત્રા અને સભાઓ દરમિયાન જય ભીમની સાથે સાથે કેટલાક અન્ય સુત્રોચારનો ઉપયોગ કર્યો હતો. જેવા કે ‘સુખી રોટી ખાયેંગે ઉના ગામ જાયેંગે’, ‘હમશે જો ટકરાયેગા વો મિટ્ટીમે મિલ જાયેંગા’, ‘ગલી ગલીમે નારા હૈ આંબેટકર હમારા હૈ’ જેવા અનેક સુત્રોચારનો ઉપયોગ કર્યો હતો.

dalit-men-thrashed-in-una

ચાર દલિત યુવકોને કાર સાથે બાંધીને માર્યો હતો ઢોરમાર
ઉના તાલુકાના સમઢિયાળા ગામમાં કહેવાતા ગૌ રક્ષકોએ ચાર દલિત યુવકોને કાર સાથે બાંધીને જાહેરમાં માર મારવાના વિડિયો વાયરલ થયા બાદ સમગ્ર દલિત સમાજમાં રોષ વ્યાપ્યો હતો. ઉના દલિત અત્યાચારની ઘટનાએ સમગ્ર ગુજરાત સહિત દેશમાં પણ પડઘો પાડ્યો હતો. દલિત સમાજના લોકો રસ્તાઓ ઉપર ઉતરી આવીને ચક્કાજામ કર્યો હતો. તો ઠેકઠેકાણે દલિત યુવકો ઝેર પીને આત્મહત્યા કરવાના પ્રયત્નો પણ કરી રહ્યા હતા. તો અમરેલીમાં વિરોધ પ્રધર્શનમાં એક પોલીસ કર્મચારીનું પણ મોત નીપજ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા પીડિતોને લાખો રૂપિયાની સહાયની સાથે અત્યાર કેસમાં સીઆઈડી ક્રાઇમને પણ તપાસ સોંપવામાં આવી હતી.

rahul at una

ઉના દલિત અત્યાચાર : રાજકિય નેતાઓનો જમાવડો
ઉના દલિત અત્યાચારની ઘટનાને રાજ્યસભામાં ઉછળવાની સાથે જ ઉના ગામમાં રાજકિય નેતાઓનો જમાવડો થયો હતો. જે ગામમાં મોટા નેતા તો થીક નાનું કાર્યકર્તા પણ ફરકતો ન હતો. એ ગામમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ગુજરાતમાં તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જેવા મોટા રાજકીય માથાઓએ ઉનાની મુલાકાત લીધી હતી.

dalil boy

ઉના કેસના પીડિત યુવકો અમદાવાદ સિવિલમાં લઈ રહ્યા છે સારવાર
ગત સપ્તાહે ભોગ બનનાર દલિતોની તબિયત લથડતા તેમને ઉનાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લાવવામાં આવ્યાં હતા. જેઓ હવે સંપૂર્ણ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે. ભોગ બનનાર પીડિતના પરિવારજન તરફથી મળતી માહિતી મુજબ પીડિતો સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે. પરિવારની સંમતિથી રજા આપવામાં આવી છે. જેમાં હોસ્પિટલના સત્તાધિશો દ્વારા કોઇ જ દબાણ પણ કરવામાં આવ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન