Dang People Demand Bridge across Khapri River
  • Home
  • Gujarat
  • ડાંગ: બ્રિજના અભાવે મૃતદેહ રઝળ્યો, ડાઘુઓ જીવના જોખમે મૃતદેહ લઈ નદી પાર કરવા મજબૂર

ડાંગ: બ્રિજના અભાવે મૃતદેહ રઝળ્યો, ડાઘુઓ જીવના જોખમે મૃતદેહ લઈ નદી પાર કરવા મજબૂર

 | 3:49 pm IST
  • Share

ગુજરાતના વિકાસ મૉડલની ભલે સમગ્ર દુનિયામાં ચર્ચા થતી હોય, પરંતુ રાજ્યના આદિવાસી ડાંગ જિલ્લામાં અનેક આંતરિયાળ ગામો હજુ પણ વિકાસ જંખી રહ્યાં છે. આવો જ એક કિસ્સો ડાંગ જિલ્લાના ભવાનગઢ ગામમાંથી પ્રકાશમાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ડાંગ જિલ્લાના ભવાનગઢ ગ્રામ પંચાયતના ખાપરી ગામના શિવાભાઈ વાઘમારેનું અવસાન થયું હતું. જો કે સ્મશાન સુધી લઈ જવા માટે બ્રિજના હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

જેમાં શિવાભાઈની અંતિમ યાત્રામાં ડાઘુઓ ખાપરી નદીના ગળાડૂબ પાણીમાં ડૂબીને સ્મશાન સુધી લઈ જાય છે. સૌથી નવાઈની વાત એ છે કે, વહીવટી તંત્ર હજુ સુધી આ ઘટનાથી અજાણ છે.

ભર ચોમાસામાં સ્મશાનભૂમિ સુધી જવા માટે કોઈ બ્રિજની વ્યવસ્થા ના હોવાથી ડાઘુઓ ઠાઠડી સાથે નદીના વહેણમાં જીવના જોખમે પસાર થઈને અંતિમ ક્રિયા માટે જઈ રહ્યાં છે. વરસાદ દરમિયાન અનેક વખત ડાઘુઓ લપસી પડતા હોવાના બનાવો બને છે, જેના કારણે લાશનો મલાજો પણ જળવાતો નથી.

જણાવી દઈએ કે, રાજ્યના આદિવાસી બહુલ ડાંગ જિલ્લામાં મોટાભાગના ગામોમાં સ્મશાનની વ્યવસ્થા જ નથી, એવામાં લોકો નદીના પટમાં પોતાના સ્વજનોની અંતિમ ક્રિયા કરવા મજબૂર છે. આ બાબતે ગામના જાગૃત નાગરિકો ગ્રામ પંચાયત સહિત વહીવટી અધિકારીઓને સ્મશાનભૂમિ બનાવી આપવા તેમજ ત્યાં સુધી પહોંચવા માટે બ્રિજ બનાવી આપવાની રજૂઆત કરી ચૂક્યાં છે. જો કે હજુ સુધી કોઈ પગલા લેવાયા નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો