ખતરો કે ખિલાડીમાં અર્જુન મસ્તીના મૂડમાં - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • ખતરો કે ખિલાડીમાં અર્જુન મસ્તીના મૂડમાં

ખતરો કે ખિલાડીમાં અર્જુન મસ્તીના મૂડમાં

 | 12:16 am IST
  • Share

અર્જુન બિજલાની હાલમાં કેપટાઉનમાં અન્ય સેલિબ્રિટી સ્પર્ધકો સાથે ખતરોં કે ખિલાડી-૧૧ના શૂટિંગમાં વ્યસ્ત છે. શૂટિંગની સાથે સાથે અર્જુન બિજલાની તેના સાથી સ્પર્ધકો સાથે મસ્તી-મજાક પણ માણી રહ્યો છે. થોડા દિવસ પહેલાં જ મહક ચહલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં અર્જુન બિજલાની ઉપરાંત દિવ્યાંકા ત્રિપાઠી અને અન્ય સ્પર્ધકો સાથે મસ્તી કરતો નજરે પડે છે. તે સમયે મહક ચહલ અર્જુન બિજલાનીએ વધારે મોઈૃરાઈઝર લગાવવા પર તેની થોડી મસ્તી કરે છે. તો અર્જુને કહે છે, શાઈન તો જુઓ. આટલું મોઈૃરાઈઝર કોણ લગાવે છે? તેના જવાબમાં અર્જુન બિજલાની કહે છે, હું. ત્યારબાદ તે ફિલ્મ કભી ખુશી કભી ગમનો કરીનાનો ડાયલોગ બોલે છે, “કૌન હૈ જિસને દોબારા મુડ કે મુજે નહિ દેખા”.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થયો છે અને લોકો દ્વારા તેને પસંદ પણ કરવામાં આવ્યો છે. વાત કરીએ ખતરોં કે ખિલાડી -૧૧ શોની તો આ વખતે શોમાં અર્જુન બિજલાની ઉપરાંત મહક ચહલ, દિવ્યાંકા ત્રિપાઠી, સના મકબૂલ પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન