Data Auction : 25 USD for credit card, 80 USD for Gmail
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Tech
  • ડેટાની હરાજી : ક્રેડિટકાર્ડ ડેટાનો ભાવ 25 ડોલર તો જી-મેલ ડેટાનો ભાવ 80 ડોલર

ડેટાની હરાજી : ક્રેડિટકાર્ડ ડેટાનો ભાવ 25 ડોલર તો જી-મેલ ડેટાનો ભાવ 80 ડોલર

 | 7:00 am IST
  • Share

  • સાઇબર સિક્યુરિટી રિસર્ચ કંપની દ્વારા જાહેર થયા ડેટાના ભાવ

  • ગયા વર્ષના મુકાબલે ડેટાના ભાવમાં વધારો નોંધાયા છે

તમને ક્યારેક આશ્ચર્ય થતું હશે કે, હેકર્સ દ્વારા ચોરાયેલો ડેટા ઓનલાઇન કઈ રીતે વેચાતો હશે અને તેની કિંમત શું હશે? ડાર્ક વેબ પર તેનું બજાર ચાલે છે. ડેટા પ્રાઇવસી અને સાઇબર સિક્યુરિટી રિસર્ચ કંપની પ્રાઇવસી અફેરે હવે ડાર્ક વેબ પર વિવિધ પ્રકારના ડેટાના બોલાતા ભાવોની યાદી જાહેર કરી છે. તે વિગતો કહે છે કે, ચોરાયેલા વ્યક્તિગત ડેટાના ભાવ વર્ષે વર્ષે બદલાતા રહે છે. તમારા ચોરાયેલા ક્રેડિટકાર્ડ ડેટા, ચોરાયેલા ડિજિટલ પેમેન્ટ ખાતા, ક્રિપ્ટોકરન્સી વોલેટ્સ, સોશિયલ મીડિયા એકાઉન્ટ, સ્ટ્રિમિંગ સર્વિસ, નકલી પાસપોર્ટ વગેરે વિગતોના ભાવ નક્કી હોય છે. નાણાકીય વિગતો અને પેમેન્ટ ટુલ્સ ડેટાની માગ હોય છે. તેમાં ક્રેડિટકાર્ડ, ડિજિટલ પેમેન્ટ સેવા, ક્રિપ્ટોકરન્સી ખાતાનો સમાવેશ થાય છે. હેકર્સ ક્લોન્ડ ક્રેડિટકાર્ડ 25 ડોલર ( 1,883 રૂપિયા)માં વેચે છે. પિન એસેસ સાથેના ક્લોન્ડ માસ્ટરકાર્ડ કે વિઝાકાર્ડની કિંમત 25 ડોલર તો અમેરિકી એક્સપ્રેસ કાર્ડ 35 ડોલરમાં વેચાય છે. એકાઉન્ટમાં 1,000 ડોલરની સિલક હોય તેને એક્સેસ કરી શકે તેવા ક્લોન્ડ ક્રેડિટકાર્ડ 150 ડોલરમાં વેચાય છે.

પ્રાઇવસી અફેર્સ કંપનીએ ચોરાયેલા ડેટાના ડાર્કવેબ પર ગયા વર્ષે અને આ વર્ષે બોલાયેલા ભાવની તુલનાત્મક વિગતો પણ જાહેર કરી છે. તે વિગતો કહે છે કે, ગયા વર્ષના મુકાબલે ડેટાના ભાવમાં વધારો નોંધાયા છે. જે બેન્ક ખાતામાં ઓછામાં ઓછા 2,000ની સિલક હોય તેવા ખાતાના ઓનલાઇન લોગઇન માટે ગયા વર્ષે 65 ડોલર બોલાતા હતા. તેના ભાવ હવે 120 ડોલર બોલાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો