Data Center In Dholera SIR Ahead of Vibrant Gujarat Global Summit
  • Home
  • Gujarat
  • વાઇબ્રન્ટ સમિટ પહેલા ગુજરાતના ધોલેરામાં અદ્યતન ડેટા સેન્ટર સ્થાપવાની તૈયારી

વાઇબ્રન્ટ સમિટ પહેલા ગુજરાતના ધોલેરામાં અદ્યતન ડેટા સેન્ટર સ્થાપવાની તૈયારી

 | 7:22 pm IST
  • Share

  • સોશિયલ મીડિયા અને ઈ-કૉમર્સ યુઝર્સનો ડેટા
  • સાયન્સ એન્ડ ટેક્નોલૉજી વિભાગે હાથ ધરી કામગીરી
  • સરકારની આવકમાં વધારો થઈ શકે છે

ગુજરાતમાં સોશિયલ મીડિયા તથા ઈ-કોમર્સ વેબસાઈટનો ઉપયોગકર્તા કરોડો યુઝર્સના ડેટા માટે એકીકૃત સેન્ટર ઊભું કરવામાં આવશે. ગુજરાત સરકાર 10મી વાઇબ્રન્ટ સમિટ પહેલાં રાજ્યમાં અદ્યતન ડેટા સેન્ટરની સ્થાપના કરવાનું વિચારી રહી છે. આ સેન્ટર ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન (SIR) વિસ્તારમાં ઊભું કરવાનું આયોજન ચાલી રહ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, એકીકૃત ડેટા સેન્ટર માટે ભારત સરકાર એક સર્વગ્રાહી પોલિસી બનાવી રહી છે. સંસદના શિયાળુ સત્રમાં ભારત સરકાર પ્રાઇવેટ ડેટા સંરક્ષણ વિધેયક પણ લાવી રહી છે. જેમાં ટ્વિટર, ફેસબુક જેવા સોશિયલ મીડિયા તેમજ ઇ-કોમર્સની તમામ કંપનીઓ અને દૂરસંચારના અભિપ્રાયો પણ લેવામાં આવ્યા છે. અન્ય રાજ્યોની જેમ ગુજરાત પણ ડેટા સેન્ટર પોલિસી બનાવશે. આ પોલિસીનો ડ્રાફ્ટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં મૂડીરોકાણ અને રોજગારીના અવસર પ્રાપ્ત કરવામાં આવશે. રાજ્ય સરકારમાં વ્યાપક ચર્ચાના અંતે આવું ડેટા સેન્ટર ધોલેરામાં સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ડેટા સેન્ટરથી જોડાયેલી નીતિ તૈયાર કરવા માટે આંધ્ર પ્રદેશ અને તેલંગાના સરકારની નીતિનો પણ અભ્યાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આવું ડેટા સેન્ટર હાલ તામિલનાડુના ચેન્નાઇમાં બનાવવામાં આવેલું છે. હવે આ દિશામાં ઉત્તર પ્રદેશની સરકાર પણ કામ કરી રહી છે.

આ વિધેયકનો ઉદ્દેશ તમામ ઇન્ટરનેટ કંપનીઓએ અનિવાર્ય રૂપથી દેશની અંદર વ્યક્તિઓના મહત્વપૂર્ણ ડેટાને સ્ટોર કરવાનો છે. કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે ક્રિટીકલ ડેટાને વ્યાખ્યાયિત પણ કરાશે.

શું છે આ ડેટા સેન્ટર?
– ડેટા સેન્ટર એ એક નેટવર્ક સાથ જોડાયેલો કોમ્પ્યુટર સર્વરનો એક મોટો સમૂહ છે
– આ સમૂહ મોટી માત્રામાં ડેટાનો સ્ટોરેજ, પ્રોસેસીંગ અને વિતરણ માટે સંસ્થાઓ દ્વારા ઉપયોગ કરાય છે
– ફેસબુક, ટ્વિટર, વોટ્સઅપ, ઇંસ્ટાગ્રામ, યૂટ્યુબ અને જીમેઇલ જેવી સાઈટ્સના કરોડો યુઝર્સ છે.
– ઇ-કોમર્સની એપ્લિકેશનોના પણ કરોડો યુઝર્સ છે.
– આ તમામ ડેટા એકીકૃત સેન્ટરમાં સ્ટોરેજ કરવાની સુવિધા ઉભી થઇ શકે છે.

ડેટા સેન્ટર માટે રોકાણ સાથે રોજગારીની પણ વિપુલ માત્રામાં તક રહેલી છે. યુઝર્સના ઉપયોગથી ઉત્પન્ન થયેલા ડેટાથી સરકારની આવકમાં પણ વધારો થઇ શકે છે. ક્લાઉડ આધારિત એપ્લિકેશન સેવાઓ પણ વધી શકે છે. તેનાથી રાજ્યમાં આવી રહેલા મૂડીરોકાણ અને ઉદ્યોગોને પણ સરળતા મળી રહેશે. (ફાઈલ ફોટો)
 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો