Davis Cup: Serbia beat Austria 2-0, Djokovic's 15th consecutive singles victory
  • Home
  • Sports
  • ડેવિસ કપ : સર્બિયાએ ઓસ્ટ્રિયાને 2-0થી હરાવ્યું, જોકોવિચનો સિંગલ્સમાં સતત 15મો વિજય થયો

ડેવિસ કપ : સર્બિયાએ ઓસ્ટ્રિયાને 2-0થી હરાવ્યું, જોકોવિચનો સિંગલ્સમાં સતત 15મો વિજય થયો

 | 7:10 am IST
  • Share

  • ઇટાલીએ 32 વખતના ચેમ્પિયન અમેરિકાને 2-1થી હરાવ્યું

  • સ્પેને ઇક્વાડોરને 3-0થી હરાવ્યું

ટોચના ક્રમાંકિત નોવાક જોકોવિચે ડેવિસ કપ ફાઇનલ્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં સર્બિયાને ઓસ્ટ્રિયા સામે 3-0થી વિજય અપાવ્યો હતો. 40 વર્ષીય ફેલિસિયાનો લોપેઝે પ્રથમ સિંગલ્સમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન સ્પેન માટે શાનદાર શરૂઆત કરી હતી. અન્ય એક મુકાબલામાં ઇટાલીની યુવા ટીમે 32 વખતની ચેમ્પિયન અમેરિકાને 2-1થી પરાજય આપ્યો હતો.

ડુસાન લાજોવિચે ગેરાલ્ડ મેલ્ઝરને 7-6 (5), 3-6, 7-5થી હરાવીને સર્બિયાના અભિયાનનો વિજયી પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ જોકોવિચે ડેનિક નોવાકને 6-3, 6-2થી હરાવ્યો હતો. ડબલ્સમાં નિકોલા કાચિચે અને ફિલિપ ક્રેઝિનોવિચની જોડીએ ઓલિવર મારાચ અને ફિલિપ ઓસવાલ્ડની જોડીને 7-6, 4-6, 6-3થી હરાવી હતી.  

મેડ્રિડ ખાતે રમાયેલા ગ્રૂપ-બીના મુકાબલામાં ઇટાલીના લોરેન્ઝો સોનેગોએ રિલી ઓપેલ્કાને 6-3, 7-6(4)થી તથા બીજી સિંગલ્સ મેચમાં જેનિક સિનરે જોન ઇસનરને 6-2, 6-0થી હરાવીને પોતાની ટીમને 2-0થી આગળ કરી દીધી હતી. ત્યારબાદ અમેરિકાના રાજીવ રામ અને જેક સોકની જોડીએ ડબલ્સમાં ફેબિયો ફોગનિની અને લોરેન્ઝો મુસેટ્ટીને 7-6 (5), 6-2થી પરાજય આપ્યો હતો.  

ગ્રૂપ-ઇમાં સ્પેને ઇક્વાડોરને કોઈ પણ મુશ્કેલી વિના 3-0ના સ્કોરથી હરાવ્યું હતું. ફેલિસિયાનો લોરેઝે પ્રથમ સિંગલ્સમાં રોબર્ટો ક્યૂરોઝને 6-3, 6-3થી તથા પાબ્લો કોરેના બૂસ્ટાએ ઇમિલિયો ગોમેઝને 5-7, 6-3, 7-6 (5)થી હરાવ્યો હતો. ડબલ્સમાં માર્સેલ ગ્રેનોલર્સ અને પાબ્લો કોરેનાની સ્પેનિશ જોડીએ ગોન્ઝાલો ઇસ્કોબાર અને ડિએગો હિડાલ્ગોને 6-4, 6-7 (5-7), 7-6 (2)થી પરાજય આપ્યો હતો.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો