deepika padukone bollywood actress corona-positive-after-father
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • માતા-પિતા અને બહેન બાદ ખુદ દીપિકા પાદુકોણ આવી કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ

માતા-પિતા અને બહેન બાદ ખુદ દીપિકા પાદુકોણ આવી કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ

 | 9:11 pm IST
  • Share

કોરોના વાયરસની બીજી લહેરના કારણે આખું ભારત થરથરી રહ્યું છે. તમામ પ્રતિબંધો હોવા છતાં કોરોના વાયરસે હોબાળો મચાવ્યો છે. થોડા સમય પહેલા જ દીપિકા પાદુકોણના પિતા, માતા અને બહેનને કોરોના ચેપ લાગ્યો હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યા હતા. હવે દીપિકા પાદુકોણ પોતે કોરોનાનો શિકાર બની ગઈ છે. અભિનેત્રીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે દીપિકાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે પહેલાં સમાચાર મળ્યા હતા કે દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમની સાથે દીપિકાની માતા અને બહેનને પણ આ વાયરસનો ચેપ લાગ્યો હતો. અભિનેત્રીના પિતા પ્રકાશ પાદુકોણને ચેપ મુક્ત કરવા માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હાલમાં મળતી માહિતી પ્રમાણે બોલિવૂડના ઘણા કલાકારો કોરોના વાયરસના ભરડામાં આવી ગયા છે. તેમાંથી રણબીર કપૂર, કાર્તિક આર્યન, મનોજ બાજપેયી, આર.કે. માધવન, પરેશ રાવલ, આમિર ખાન, અક્ષય કુમાર, આલિયા ભટ્ટ, ગોવિંદા, પૂજા હેગડે, કુમુદ મિશ્રા અને હિના ખાનને પણ આ વાયરસનો ચેપ લાગ્યો છે. આમાંના ઘણા કલાકારોએ કોરોના વાયરસને હરાવી પણ દીધો છે.

કોરોના વાયરસની બીજી લહેરના કારણે દેશભરમાં હાહાકાર મચી ગયો છે. અત્યાર સુધીમાં કોરોનાના કારણે દેશના 2 લાખ 20 હજારથી વધુ લોકોના અકાળે મૃત્યુ થયા છે. તો બીજી તરફ દેશભરમાં ઓક્સિજનના અભાવને કારણે બીજી લહેરમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, કેટલાક ઇન્જેક્શન અને દવાઓનો અભાવ હોવાના પણ ચારેકોરથી સમાચાર આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન