deepika padukone father prakash mother and sister corona positive
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • OMG! દીપિકા પાદુકોણના પિતા-માતા અને બહેન ત્રણેયને એકસાથે કોરોનાએ ઝપેટમાં લીધા

OMG! દીપિકા પાદુકોણના પિતા-માતા અને બહેન ત્રણેયને એકસાથે કોરોનાએ ઝપેટમાં લીધા

 | 5:29 pm IST
  • Share

કોરોના વાયરસની બીજી લહેરના કારણે દેશભરમાં હાહાકાર મચી ગયો છે. અત્યાર સુધીમાં કોરોનાના કારણે દેશના 2 લાખ 20 હજારથી વધુ લોકોના અકાળે મૃત્યુ થયા છે. તો બીજી તરફ દેશભરમાં ઓક્સિજનના અભાવને કારણે બીજી લહેરમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, કેટલાક ઇન્જેક્શન અને દવાઓનો અભાવ હોવાના પણ ચારેકોરથી સમાચાર આવી રહ્યા છે. ત્યારે હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે દીપિકાના પિતા પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

આવી સ્થિતિમાં બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમની સાથે દીપિકાની માતા અને બહેનને પણ આ વાયરસનો ચેપ લાગ્યો છે. અભિનેત્રીના પિતા પ્રકાશ પાદુકોણને ચેપ મુક્ત કરવા માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હાલમાં મળતી માહિતી પ્રમાણે બોલિવૂડના ઘણા કલાકારો કોરોના વાયરસના ભરડામાં આવી ગયા છે. તેમાંથી રણબીર કપૂર, કાર્તિક આર્યન, મનોજ બાજપેયી, આર.કે. માધવન, પરેશ રાવલ, આમિર ખાન, અક્ષય કુમાર, આલિયા ભટ્ટ, ગોવિંદા, પૂજા હેગડે, કુમુદ મિશ્રા અને હિના ખાનને પણ આ વાયરસનો ચેપ લાગ્યો છે. આમાંના ઘણા કલાકારોએ કોરોના વાયરસને હરાવી પણ દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન