Deepika Padukone Shares Unseen Picture Of Ranveer Singh Actor Response
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • દીપિકાએ રણવીર માટે ફોટો શેર વ્યક્ત કર્યો પોતાનો પ્રેમ, રણવીર લખ્યું – બેબી ક્યા…

દીપિકાએ રણવીર માટે ફોટો શેર વ્યક્ત કર્યો પોતાનો પ્રેમ, રણવીર લખ્યું – બેબી ક્યા…

 | 12:34 pm IST
  • Share

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલિવૂડના શાનદાર કપલમાંથી એક છે. જે સોશિયલ મીડિયા પર પણ પોતાનો એકબીજા માટેનો પ્રેમ વ્યક્ત કરતા રહે છે. ત્યારે હવે ફરી એકવાર દીપિકા પાદુકોણે તેના પતિ રણવીર સિંહની તસવીર શેર કરીને સોશિયલ મીડિયા પર પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.

દીપિકાએ તાજેતરમાં જ રણવીરની એક ઊંઘતી તસવીર શેર કરી છે, જેમાં રણવીર હૂડીથી પોતાનો ચહેરો ઢાંકીને કારમાં ઊંઘતા જોવા મળે છે. આ તસવીર શેર કરીને દીપિકાએ લખ્યું ‘માય મોર્નિંગ વ્યૂ’. આ સાથે, તેણે કિસનું ઇમોજી પણ લગાવ્યું છે રણવીરને ટેગ કરીને ‘Yours Truly’ લખીને પોતાને ફોટો ક્રેડિટ આપી. આ તસવીર પર તેમના ચાહકો ઘણી કૉમેન્ટ્સ કરી રહયા છે અને થોડા જ સમયમાં આ તસવીરને લાખો લાઇક્સ પણ મળી ચુકી છે. પરંતુ આ બધામાં જ સૌથી સારી કૉમેન્ટ રણવીર સિંહે કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone)

રણવીર સિંહે પોતાની પત્નીની આ પોસ્ટ પર લખ્યું – ‘બેબી ક્યા યાર…’ તેની આ કૉમેન્ટ પર ઘણા લોકોએ હસવાવાળા ઈમોજી બનાવ્યા છે. દીપિકાએ શેર કરેલી આ પોસ્ટ પર ઘણા ચાહકોએ તેમને નસીબદાર ગણાવ્યા છે.

દીપિકા અને રણવીર તેમની આગામી ફિલ્મ 83 માટે પણ ચર્ચાઓમાં છે, કબીર ખાનની આ ફિલ્મમાં બંને એકસાથે જોવા મળશે. આ સિવાય બંને પાસે ઘણી બીજી ઓફર પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન