defeated leopard and squirrel and was defeated. Watch the funny video.
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Video : ચિત્તા અને ઝરખને મામુ બનાવી ગયુ આ નાનકડું હરણ, લોકોએ કહ્યું – ઓસ્કાર મળવો જોઈએ

Video : ચિત્તા અને ઝરખને મામુ બનાવી ગયુ આ નાનકડું હરણ, લોકોએ કહ્યું – ઓસ્કાર મળવો જોઈએ

 | 11:53 am IST
  • Share

જંગલમાં ભયજનક શિકારીથી પોતાને બચાવવાની પણ એક કળા છે. કેટલાક પ્રાણીઓ આ કળામાં માસ્ટર હોય છે. આવા જ એક ઉસ્તાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેણે માત્ર ચિત્તા જ નહીં પરંતુ ઝરખને પણ ‘મામુ’ બનાવી દીધા છે. જો કે આ વીડિયો ખુબ જ જુનો છે. પરંતુ ફરી એકવાર તે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકો એકવાર નહીં પણ વારંવાર જોઈ રહ્યા છે. હરણની અસ્તિત્વ ટકાવી રાખવાની કુશળતા જોઇને તેઓ તેને ‘ઓસ્કાર’ આપવાનું કહી રહ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક હરળ જમીન પર પડેલું છે. એવું લાગી રહ્યું છે કે તે મરી ગયું છે. ચિત્તો તેને ખાવાનો પ્રયત્ન કરે છે ત્યાં અચાનક ઝરખ આવી પહોંચે છે અને ચિત્તાના શિકાર ઉપર કબ્જો કરી લે છે. તેના પછી ઝરખ પણ હરળનું પેટ ખોતરવા લાગે છે. ત્યાં ફરી તેની નજર ચિત્તા પર પડે છે. અને તેને ભગાવવા માટે જાય છે. પરંતુ એ સમયમાં અચાનક હરળ રફુચક્કર થઈ જાય છે. આ હરળની કળા જૉઈને તમે પણ કહેવો વાહ ક્યા બાત હૈ !

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન