Deleted photos from Google Photos can also be recovered
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • હવે તમારા ડિલીટ થયેલા ફોટો આરામથી કરો રિકવર, જાણો કેવી રીતે ?

હવે તમારા ડિલીટ થયેલા ફોટો આરામથી કરો રિકવર, જાણો કેવી રીતે ?

 | 8:59 am IST
  • Share

હાલમાં ટેકનોલોજી (Technology)નો યુગ ચાલી રહ્યો છે. લોકો આજકાલ ટેકનોલોજી (Technology)નો ખુબ જ વધારે પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને ગુગલ (Google)નો. ગુગલનો ઉપયોગ મોટા ભાગના લોકો કરી રહ્યા છે. ત્યારે હવે હાલના સમયમાં ફોટોને બેકઅપ કરવા માટે Google Photos એક પ્રચલિત વિકલ્પ બનતો જઈ રહ્યો છે. પણ ક્યારેક કોઈ કારણસર આપણાથી Google Photosમાંથી ફોટો ડિલીટ થઇ જાય છે. આ ફોટોને રિકવર કરવા માટે આપણે બધા વિકલ્પ શોધતા રહીએ છીએ.

આ સાથે દરેક લોકોને ભય રહે છે કે શું બધા ફોટો રિકવર થઇ શકશે કે નહિ. પરંતુ હવે તમારે ડરવાની જરૂર નથી. અમે તમને કેટલીક એવી ટિક્સ અને ટ્રિક્સ જણાવીએ જેનાથી તમે તમારા ફોટોઝ રિકવર કરી શકશો. તમને ખબર હશે કે ગૂગલ તમને ફ્રી મીડિયા બેકઅપ માટે ગૂગલ ફોટો સર્વિસ આપે છે. અહીં તમે વેબ સ્ટોરમાંથી ફોટો વિડીયો પણ એક્સેસ કરી શકો છો.

જાણો સમગ્ર રીત

સૌ પ્રથમ તમે તમારા ડિલીટ થયેલા ફોટોઝને ફરી મેળવવા માટે તમે Google Photos એપને ઓપન કરો.

ત્યારબાદ Trash અથવા Bin વિકલ્પને પસંદ કરી તે ફોટોઝને સિલેક્ટ કરો જેને તમે ફરી મેળવવા ઈચ્છો છો.

ફોટોઝ સિલેક્ટ કર્યા પછી રીસ્ટોર બટન પર ક્લિક કરો. જેના દ્વારા તમારા તે ફોટો ફરી રિકવર થઈ જશે.

ડિલીટ થયેલા ફોટોઝ Google Photosના ટ્રેશ સેક્શનમાં ચાલ્યા જાય છે જ્યાં આ ફોટો 60 દિવસો સુધી ઉપલબ્ધ રહે છે. જો તમે 60 દિવસો પછી ફોટોને રિકવર કરવા માંગશો તો એવું કરવું શક્ય નથી. જો તમારાથી કોઈ ફોટો ડિલીટ થઇ જાય તો તમે તેને સમય રહેતા જ રિકવર કરી લો. નહિ તો તમારા જરૂરી વિડીયો અને ફોટો તમને નહિ મળી શકે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન