DCWના કથિત ભરતી કૌભાંડની FIRમાં કેજરીવાલનુ નામ નથી: એસીબી પ્રમુખ - Sandesh
  • Home
  • India
  • DCWના કથિત ભરતી કૌભાંડની FIRમાં કેજરીવાલનુ નામ નથી: એસીબી પ્રમુખ

DCWના કથિત ભરતી કૌભાંડની FIRમાં કેજરીવાલનુ નામ નથી: એસીબી પ્રમુખ

 | 11:52 am IST

એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ જણાવ્યું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ દિલ્હી મહિલા આયોગ (DCW)માં કથિત ભરતી કૌભાંડ મામલે જે એફઆઈઆર નોંધાઈ છે તેમાં સામેલ નથી.

એસીબી પ્રમુખ એમ કે મીણાએ આ નિવેદન આપ્યું છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ કેજરીવાલે કહ્યું હતું કે તેમને એ જાણીને આશ્ચર્ય થયું છે કે તેમનું નામ આ મામલે નોંધાયેલી એફઆઈઆરમાં સામેલ છે અને આ અંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવ્યાં હતાં. આમ આદમી પાર્ટીના નેતાએ કહ્યું હતું કે પીએમ મોદીની મંજૂરી વગર પોલીસ તેમનું નામ એફઆઈઆરમાં સામેલ ન કરે.

દિલ્હી પોલીસના એક વિશેષ ઓફિસર મીણાએ કહ્યું કે DCWના પૂર્વ પ્રમુખ કોંગ્રેસ નેતા બરખા સિંહ શુક્લાએ તેમની ફરિયાદમાં કેજરીવાલ અને DCWના હાલના અધ્યક્ષ સ્વાતિ માલિવાલનું નામ સામેલ કર્યુ હતું. પરંતુ એસીબીએ પ્રાથમિકીમાં કેજરીવાલનું નામ સામેલ કર્યુ નથી. મીણાએ કહ્યું કે એસીબીની પ્રાથમિક ફરિયાદમાં કેજરીવાલનું નામ નથી અને તેઓ આ મામલે આરોપી નથી તથા અમે તેમની વિરુદ્ધ કોઈ તપાસ કરી રહ્યાં નથી.

અધિકારીએ જો કે કહ્યું કે આ મામલા સંબંધે એસીબી સામે 29 સપ્ટેમ્બરના રોજ હાજર થવા માટે માલિવાલને એક નોટિસ મોકલાઈ હતી. મીણાએ એમ પણ કહ્યું કે માલિવાલ, તેમના સચિવ પી. પી. ધાલ અને કેટલાક સરકારી અધિકારીઓના નામ સોમવારે નોંધાયેલી એફઆઈઆરમાં સામેલ છે. જો કે માલિવાલે DCWમાં કોઈ પણ ગડબડી થઈ હોવાની વાતનો ઈન્કાર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન