Delhi Most Wanted Jyoti Prakash alias Baba Caught From Surat
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દિલ્હીનો સૌથી ખૂંખાર અને મોસ્ટ વોન્ટેડ આરોપી સુરતથી ઝડપાયો, સ્થાનિક પોલીસ અંધારામાં

દિલ્હીનો સૌથી ખૂંખાર અને મોસ્ટ વોન્ટેડ આરોપી સુરતથી ઝડપાયો, સ્થાનિક પોલીસ અંધારામાં

 | 7:11 am IST

દિલ્હીનો મોસ્ટ વોન્ટેડ ગુનેગાર અને જેની ઉપર એક લાખનું ઇનામ જાહેર કરાયું હતું તે જ્યોતિપ્રકાશ ઉર્ફે બાબા સાંગવાનને દિલ્હી પોલીસે સુરતમાં હાઇવેની હોટેલમાંથી દબોચ્યો હતો. છેલ્લા ત્રણ મહિનાથી તે ગુજરાતમાં નામ બદલીને રહેતો હતો.

દિલ્હી સ્પેશિયલ સેલના ડે. કમિશનર મનીષ ચંદ્રાએ પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે જ્યોતિપ્રકાશ તેના ભાઇ સાથે મળી ગેંગ ચલાવતો હતો. તેમની ગેંગ ઉપર મકોકા પણ લગાવાયો હતો. હત્યાથી લઇને અનેક ગુનામાં સંડોવાયેલો જ્યોતિપ્રકાશ એક વર્ષ પહેલાં હરિયાણાની કોર્ટમાંથી વચગાળાની પેરોલ લઇને બહાર આવ્યા બાદ ભાગી છૂટયો હતો. તેની ઉપર એક લાખનું ઇનામ પણ જાહેર કરાયું હતું.

છેલ્લા એક વર્ષથી તે હરિયાણાના લીકર માફિયાઓના સંપર્કથી ભાગતો ફરતો હતો. છ મહિના તે નેપાળમાં પણ છુપાયો હોવાની વિગતો હતી. છેલ્લા ત્રણ મહિનાથી તે જૂનાગઢના બુટલેગર ધીરેનની મદદથી જૂનાગઢ, રાજકોટ અને અમદાવાદ વિસ્તારમાં છુપાયો હતો અને ધીરેનની ડી કાર વાપરતો હતો. સુરતની એક હોટેલમાં નામ બદલીને રોકાયો હોવાની માહિતી વચ્ચે દિલ્હી પોલીસે ઓપરેશન પાર પાડી તેને ઝડપી લીધો હતો. તેને આશ્રય આપનાપ ધીરેન કારીયા સુરતની જેલમાં હોવાનું ચંદ્રાએ ઉમેર્યું હતું.

સુરતમાંથી દિલ્હી પોલીસ ઊંચકી ગઇ તેને લઇને સ્થાનિક પોલીસ અંધારામાં રહી હતી. દિલ્હીનો ગુનેગાર સુરતથી પકડાયો હોવાની વાતે સુરત પોલીસે ક્યાંથી ઝડપાયો તેને લઇને જાણવાનો પ્રયત્ન કર્યો હતો.

આ વીડિયો પણ જુઓઃ ટોસિલીઝુમેબ અને રેમડેસીવીયર ઇન્જેક્શનની માંગ રાતો રાત વધી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન