Delhi Supreme Court decision on air pollution
  • Home
  • Featured
  • પ્રદૂષણ : દિલ્હી-NCRમાં સુપ્રીમ દ્વારા નિર્માણ કાર્યો પર પ્રતિબંધ મુકાયો

પ્રદૂષણ : દિલ્હી-NCRમાં સુપ્રીમ દ્વારા નિર્માણ કાર્યો પર પ્રતિબંધ મુકાયો

 | 7:35 am IST
  • Share

  • સુપ્રીમ કોર્ટનો દિલ્હીના વધતા પ્રદૂષણને લઈને મહત્ત્વનો નિર્ણય
  • અસરગ્રસ્ત મજૂરોને યોગ્ય વળતર આપીને કામ બંધ કરવા આદેશ

  • દિલ્હી દ્વારા બહારથી આવતી ગાડીઓના પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો

 

સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હી અને એનસીઆરમાં વધી રહેલા વાયુ પ્રદૂષણ તથા હવાની ગણવત્તાને સુધારવા માટે વધુ એક મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આ મુદ્દે દિલ્હી અને એનસીઆરમાં તમામ નિર્મણ કાર્યો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બીજી તરફ તમામ કામગીરીઓ બંધ થવાથી મુશ્કેલીમાં આવી ગયા છે તેથી તેમનું સંકટ દૂર કરવા માટે તેમને મહિને કેટલીક રકમનું વળતર આપવાનો વાયદો કરવામાં આવ્યો છે.

 

 

દિલ્હી, એનસીઆર અને તેની આસપાસના વિસ્તારોમાં નિર્માણકાર્ય ઉપર હાલ પૂરતો પ્રતિબંધ મૂકી દેવાયો છે

સીજેઆઈ એન.વી. રમન્નાના વડપણ હેઠળની વિશેષ બેન્ચ દ્વારા બુધવારે રાત્રે ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. આદેશમાં કહેવાયું હતું કે, હવાની ખરાબ ગુણવત્તાનો નિકાલ લાવવા માટે હાલ પૂરતું દિલ્હી, એનસીઆર અને તેની આસપાસના વિસ્તારોમાં નિર્માણકાર્ય ઉપર હાલ પૂરતો પ્રતિબંધ મૂકી દેવાયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે વધેલા વાયુ પ્રદૂષણની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ અને તેના વૈજ્ઞાનિક અભ્યાસ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેન્ચમાં રહેલા જસ્ટિસ ચંદ્રચૂડ અને જસ્ટિસ સૂર્યકાંતે પણ સરકારને પ્રદૂષણ કુદરતી રીતે ઘટવાની રાહ જોયા વગર તેનો નજીકના ભવિષ્યમાં ઝડપથી ઉકેલ આવે તેવા પગલાં લેવા આદેશ આપ્યો હતો. તેમણ્ો તાકીદે સરકાર પાસે અહેવાલ માગ્યો છે.  

 

દિલ્હીમાં ઘણા સમયથી પ્રદૂષણ વધી રહ્યું હોવાથી આ કામગીરી બંધ રાખવામાં આવી હતી

સીજેઆઈ રમન્નાની બેન્ચે જણાવ્યું કે, પ્લમ્બિંગ, ઇન્ટિરિયર, ઇલેક્ટ્રિકલ કામ અને વેલ્ડિંગ જેવા કામ ચાલુ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં ઘણા સમયથી પ્રદૂષણ વધી રહ્યું હોવાથી આ કામગીરી બંધ રાખવામાં આવી હતી અને બીજા ઘણા પગલાં લેવાયા હતા. તેના કારણે અસરગ્રસ્તોએ સુપ્રીમમાં અરજી કરી હતી. આ ઉપરાંત દિલ્હી સરકારે ત્રીજી સુધી રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલથી ચાલતી બીજા રાજ્યની ગાડીઓના પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ હતો. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો