Demand for construction of defense wall at Tilakwada in Narmada district
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • …તો ગુજરાતનું આ ગામ નકશામાંથી ભુંસાઈ જશે

…તો ગુજરાતનું આ ગામ નકશામાંથી ભુંસાઈ જશે

 | 9:05 pm IST
  • Share

  • આ ગામને ધાર્મિક સ્થળ તરીકે વિકસાવવા માગ
  • જો સંરક્ષણ દિવાલ ન બની તો આ ગામ ઈતિહાસ બની જશે

નર્મદા જિલ્લાનું તિલકવાડા નદી કિનારે આવેલું ગામ છે, પરંતુ ગામની સ્થિતિ એવી થઈ ગઈ છે કે નદી કિનારે પણ જઈ શકતા નથી. નર્મદા અને મેણ નદીના પૂરના કારણે ધોવાણ થતાં તિલકવાડાના અસ્તિત્વ સામે સવાલ પેદા થયો છે.

નોંધનિય છે કે, તિલકવાડાનું આમ તો ધાર્મિક રીતે પણ ખાસ્સું મહત્વ છે અહીંયા તીલકેશ્વર મહાદેવની સાથે અનેક મંદિરો આવેલા છે. અંદાજીત 6 હજારની વસતી ધરાવતા આ ગામ એક સમય હતો જ્યારે ઘાટ કિનારે ધાર્મિક વિધિ માટે પણ લોકો આવતા હતા અને નદીકિનારે લોકોના વસવાટ હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી મેણ નદી અને નર્મદા નદીના પૂરના કારણે તિલકવાડા ગામના કિનારાને ભારે નુકશાન થઇ ગયું છે. 1000 મીટર કરતા વધારે જમીન ધોવાણ થતા ઊંડી કોતરો બની ગઈ છે અને હજુય ધોવાણ અંદર ધોવાણ થઈ ગયું છે.

તો બીજી તરફ ધોવાણ થવાના કારણે આ કિનારે રહેતા 200થી વધારે કુટુંબો માટે એક મોટું જોખમ પેદા થયું છે. લોકોની માંગ છે કે જે સરંક્ષણ દિવાલ બનાવવામાં આવે છે જેથી જમીનનું ધોવાણ અટકે. જો કે દીવાલ બનાવવામાં ન આવતા જમીનનું ધોવાણ સતત થઈ રહ્યું છે અને હજુ પણ સ્થિતિ ખૂબ જ કપરી છે.

મણિનાગેશ્વર તરફ જવા આવવા પુલ બનાવવામાં આવ્યો પણ તેના પાયાનું પણ ધોવાણ થઈ ગયું અને હવે પુલ ધોવાઈ રહ્યા છે. જેથી હાલમાં લોકો કહી રહ્યા છે કે, જો દિવાલ બનાવવામાં નહીં આવે તો તિલકવાળા જિલ્લાના નકશામાંથી ભૂંસાઈ જશે. હાલમાં આ ગામ પોતાનું અસ્તિત્વ ટકાવવા સંઘર્ષ કરી રહ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો