Demand for lockdown has become fierce in Gujarat, doctors are also demanding lockdown
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ‘CM રૂપાણીએ સંવેદના ગુમાવી, લૉકડાઉન શબ્દથી વાંધો હોય તો નવું નામકરણ કરી કમલમ કર્ફ્યૂ કરી દો’

‘CM રૂપાણીએ સંવેદના ગુમાવી, લૉકડાઉન શબ્દથી વાંધો હોય તો નવું નામકરણ કરી કમલમ કર્ફ્યૂ કરી દો’

 | 1:52 pm IST
  • Share

ગુજરાતમાં લૉકડાઉનની માંગ હવે ઉગ્ર બનતી જણાઈ રહી છે. સિનિયર ડૉક્ટર વસંત પટેલે મુખ્યમંત્રીને લૉકડાઉન કરવા અંગે વિનંતી કરી છે. વસંત પટેલ જ નહીં, અન્ય તબીબો પણ ગુજરાતમાં લૉકડાઉનની માગ કરી રહ્યાં છે. ડૉ.વસંત પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં અત્યારે લૉકડાઉન જરૂરી બની ગયું છે. પરંતુ જાણે CM રૂપાણીએ સંવેદના ગુમાવી હોય તેવું જણાઈ રહ્યું છે. જો સીએમને લૉકડાઉન શબ્દથી વાંધો હોય તો નામ બદલી નાખો. લૉકડાઉનનું નામકરણ કરી કમલમ કર્ફ્યૂ કરી દો.

રાજ્યમાં સતત વધી રહેલા કોરોના વાઇરસના સંક્રમણથી સ્થિતિ ખૂબ વણસી રહી છે. દર્દીઓને હૉસ્પિટલમાં પથારીઓ, પ્રાણરક્ષક ઇન્જેક્શન અને ઓક્સિજન સહિતની સુવિધા માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે. રાજ્યમાં સર્જાયેલી આ પરિસ્થિતિને લઈ નિષ્ણાત તબીબો ફરીથી લૉકડાઉન કરવાની માગ કરી રહ્યા છે. જોકે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મીડિયા સમક્ષ કહી ચૂક્યા છે કે તેમની સરકાર લૉકડાઉન લાદવાના પક્ષમાં નથી.

લૉકડાઉનની માગણી કરી રહેલા સિનિયર ડૉક્ટર વસંત પટેલે પરિસ્થિતિને જોઈને વાતચીત કરી, જેમાં કેટલાક તબીબોએ પોતાનાં મંતવ્યો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણની ચેઇન તોડવા માટે લૉકડાઉન જરૂરી છે. ગુજરાતમાં કોરોનાનો કેર દિવસેને દિવસે વધી રહ્યો છે. તેમાં પણ મહાનગરોની સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. કોરોના વાઇરસના નવા મ્યુટેશનના કારણે હાલમાં વાઇરસ દર્દીના શરીરમાં ઝડપથી પ્રસરે છે. ત્રણ દિવસમાં જ દર્દીને શ્વાસને લગતી તકલીફ શરૂ થઈ જાય છે.

સિનિયર ડૉક્ટર વસંત પટેલે કોરોનાની પરિસ્થિતિ અંગે વાત કરતાં કહ્યું કે, રાજ્યમાં હાલની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે, જો લૉકડાઉન લગાવવામાં આવે તો કોરોના વાઇરસના અતિ ઝડપથી વધી રહેલા સંક્રમણ પર ચોક્કસપણે બ્રેક લગાવી શકાય તેમ છે. જો લૉકડાઉન લગાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં કોરોનાના બમણા કેસ જોવા મળે તેવી સ્થિતિ પણ સર્જાવાની શક્યતા રહેલી છે.

રાજ્યમાં કોરોનાથી મોતના આંકડા છૂપાવવાનો ખેલ

રાજ્યમાં કોરોનાથી મોતના આંકડા છૂપાવવાનો ખેલ પણ ચાલી રહ્યો હોવાની વાત સામે આવી છે. જો સરકાર કોરોનામાં મોતના સાચા આંકડા જાહેર નહીં કરે તો કોર્ટમાં RTIની ચીમકી પણ ઉચ્ચારી છે. સાચા આંકડા જાહેર કરવા ડૉ. વસંત પટેલે માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે 2020-2021ના મોતના આંકડા ગુજરાત સરકાર જાહેર કરે. સંદેશ ન્યૂઝની મુહિમથી આંકડા લોકો સુધી પહોંચે છે.

ડો.વસંત પટેલે આકરા શબ્દોમાં સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું છે કે રાજ્યમાં થતી આંકડાના સેટલમેન્ટ સરકાર બંધ કરે. મોત અને સંક્રમણના આંકડાઓ સરકાર જાહેર કરે. મોતનો આંકડો જાહેર કરવો અત્યંત જરૂરી છે. આવનારા દિવસોમાં સારવાર તેમ જ સર્વેય માટે આંકડાઓ જાહેર થવા જોઈએ. 2020થી 2021 સુધીના મોતના આંકડા સરકારે જાહેર કરવા જોઈએ. સંદેશ ન્યૂઝની મુહિમથી આંકડાકીય માહિતી લોકો સુધી પહોંચે છે. જો આંકડા નહિ જાહેર કરાય તો કોર્ટમાં rti કરવામાં આવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન