Demand to return 14 crore students of Std. 10 examination fee
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ધો.10ની પરીક્ષા ફીના 14 કરોડ વિદ્યાર્થીઓને પરત કરવા માગણી, જાણો બોર્ડના અધિકારીઓએ શું કહે છે?

ધો.10ની પરીક્ષા ફીના 14 કરોડ વિદ્યાર્થીઓને પરત કરવા માગણી, જાણો બોર્ડના અધિકારીઓએ શું કહે છે?

 | 7:14 am IST
  • Share

ગુજરાત સરકાર દ્વારા કોરોનાની માહામારીને ધ્યાનમાં રાખી ચાલુ વર્ષે ધોરણ.૧૦ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા મોકુફ રાખી તમામ રેગ્લુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. બોર્ડની પરીક્ષા લેવાનાર ન હોવાથી વિદ્યાર્થીઓને પરીક્ષા ફી પરત મળવી જોઈએ તેવી માગ ઉઠી છે.

માસ પ્રમોશન મેળવાર ૮.૩૭ લાખ જેટલા વિદ્યાર્થીઓમાંથી સવા લાખ જેટલા વિદ્યાર્થીઓની અંદાજે રૂ.૧૪ કરોડ જેટલી પરીક્ષા ફી પરત કરવાની થાય છે. ફી પરત આપવા અંગે માગ ઉઠી છે પરંતુ હજુ સુધી સરકાર દ્વારા આ અંગે કોઈ જાહેરાત કરી નથી.

બોર્ડની પરીક્ષા માટે ધોરણ.૧૦ના વિદ્યાર્થીઓ પાસેથી રૂ.૩૫૫ ફી ભરાવવામાં આવે છે જેમાંથી રૂ.૧૦ સ્કૂલમાં જમા રહે છે અને રૂ.૩૪૫ બોર્ડમાં જમા થયાં છે. જેમાં દિવ્યાંગ વિદ્યાર્થી અને તમામ વિર્દ્યાિથનીઓની ફી વસુલવામાં આવતી નથી. જેથી ૫૦ ટકા જેટલા આ વિદ્યાર્થીઓ બાકાત કરતાં અંદાજે સવા ચાર લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી ભરી દીધી છે. આ ફી બોર્ડમાં જમા થઈ છે.

બીજી તરફ બોર્ડ દ્વારા પરીક્ષા લક્ષી તમામ સાહિત્ય પ્રિન્ટીંગ કરાવી તૈયાર કરાવી દીધુ છે. જેથી વિદ્યાર્થીઓને ફી પરત આપવા અંગેની રાજ્ય સરકારે બોર્ડને થયેલ ખર્ચની રકમ ચુકવી વિદ્યાર્થીઓને ફી પરત મળે તેની કાર્યવાહી કરવી પડશે તેવુ બોર્ડના અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન