Deputy CM Nitin Patel's statement, Maa card validity extended till 31 July 2021
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • મા કાર્ડ ધરાવનાર લોકો માટે સૌથી મોટા ખુશખબર: ડેપ્યૂટી CM નીતિન પટેલે જાણો શું આપ્યું નિવેદન?

મા કાર્ડ ધરાવનાર લોકો માટે સૌથી મોટા ખુશખબર: ડેપ્યૂટી CM નીતિન પટેલે જાણો શું આપ્યું નિવેદન?

 | 9:39 am IST
  • Share

કોવિડ-19ની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને મા કાર્ડની મુદત 31મી જુલાઈ 2021 સુધી લંબાવવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિર્ણય કર્યો છે. કોરોનાને કારણે રાજ્યની કચેરીઓ બંધ રહેતી હોવાથી આવકના દાખલા કઢાવવાની મુશ્કેલીઓને ધ્યાને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે.

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, 31 માર્ચ 2021ના રોજ જે નાગરીકોના મા કાર્ડની મુદ્દત પૂર્ણ થઈ છે તેવા નાગરિકો માટે અગાઉ 30મી જૂન 2021 સુધી એટલે કે ત્રણ મહિનાની મુદ્દતનો વધારો કરવામાં આવ્યો હતો.

હાલની સ્થિતિને ધ્યાને રાખીને તેમાં વધુ એક મહિનો એટલે કે 31 જુલાઈ 2021 સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની રાજ્યના સર્વે નાગરીકોને નોંધ લેવા વિનંતી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારીમાં હજારો લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી હતી. તેવા સમયે મા કાર્ડના લીધે તોતિંગ ખર્ચો થતા બચી ગયો હતો. મા કાર્ડની મુદ્દત પુરી થઈ ગઈ હોવા છતાં તેઓની મુદ્દત વધારી અપાઈ હોવાથી તબીબી સારવારના ખર્ચમાં ઘણી રાહત મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન