Destroyed Gujarat demanded Rs 9,836 crore from Tau, while the Center gave only Rs 1,000 crore
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • તૌકતેથી તબાહ ગુજરાતે 9,836 કરોડ માંગ્યા, કેન્દ્રએ 1,૦૦૦ કરોડ જ આપ્યા, 5 રાજ્યોને સહાય મુદ્દે મોટો ખુલાસો

તૌકતેથી તબાહ ગુજરાતે 9,836 કરોડ માંગ્યા, કેન્દ્રએ 1,૦૦૦ કરોડ જ આપ્યા, 5 રાજ્યોને સહાય મુદ્દે મોટો ખુલાસો

 | 9:29 am IST
  • Share

તૌક્તે વાવાઝોડાને કારણે ભારતના પાંચ રાજ્યોમાં સૌથી વધુ તબાહી ગુજરાતમાં થઈ છે. જેની સામે ભારત સરકાર સમક્ષ ગુજરાત સરકારે રૃ.૯,૮૩૬ કરોડ ૧ લાખની આર્િથક મદદ માંગી હતી. જો કે, કેન્દ્ર તરફથી ગ્દડ્ઢઇહ્લમાંથી ગુજરાતને રૃ.૧૦૦૦ કરોડની સહાય જ અપાઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે જાહેર કરેલા જવાબદેહિતા નક્કી કરતા અહેવાલમાં તેનો ઉલ્લેખ કર્યો છે.

આ વર્ષે ચોમાસા પૂર્વે તૌક્તે અને યાસ નામના બે વાવાઝોડાની આપત્તિનો સામનો ભારતે કર્યો છે. તૌક્તેથી પ્રભાવિત પાંચ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ પૈકી ગુજરાતમાં સૌથી વધુ માનવ મૃત્યુ, પશુધન હાનિ અને વાવેતરને નુકશાન પહોંચ્યુ હતુ. અસરગ્રસ્ત નાગરીકો, પરીવારો, પશુપાલકો, ખેડૂતો અને માછીમારોને સહાયરૃપ થવા ગુજરાત સરકારે સર્વેક્ષણ કરાવીને ભારત સરકાર સમક્ષ રૃ.૯,૮૩૬ કરોડની આર્િથક સહાયની માગંણી કરી હતી. પાડોશમાં મહારાષ્ટ્રે પણ રૃ.૯૨.૩૭ કરોડ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દિવ દમણ પ્રશાસને રૃ.૫૬.૫૩ કરોડની માંગણી કરી હતી. જેની સામે ભારત સરકારે તત્કાળ અસરથી રૃ.૧,૦૦૦ કરોડની સહાય ફાળ્યાનો ગૃહ મંત્રાલયે રજૂ કરેલા નવા રિપોર્ટમાં કહેવાયુ છે. ગુજરાત સરકારે અત્યાર સુધીમાં તૌક્તેને કારણે રાજ્યમાં કેટલુ નુકશાન થયુ તેનો સત્તાવાર ફોડ પાડયો નથી. પરંતુ, સરકારે મે મહિનામાં રૃ.૫૦૦ કરોડનું કૃષિ સહાય અને માછીમારો માટે રૃ.૧૦૫ કરોડનું સાગરખેડૂ સહાય પેકેજ જાહેર કર્યુ હતુ. આ સિવાય માનવ, પશુ મૃત્યુના કિસ્સામાં તેમજ મકાન ઘરવખરી નુકશાનમાં આર્િથક સહાય આપી છે.

ભારત સરકારના નવા રિપોર્ટમાં અસરગ્રસ્ત પાંચ રાજ્યોને સહાય મુદ્દે ખુલાસો

રાજ્ય માનવ મૃત્યુ ક્ષતિગ્રસ્ત મકાન પશુધન હાનિ વાવેતર હેક્ટરમાં માછીમારોની નૌકા અને જાળ
ગુજરાત ૬૭ ૮૮,૯૧૦ ૮,૬૨૯ ૧,૪૯,૨૭૦ ૪૭૫ નૌકા
મહારાષ્ટ્ર ૨૨ ૪૪,૦૯૧ ૩૪ ૧૬,૭૮૭ ૧,૨૧૫ નૌકા અને ૨૧,૮૩૬ જાળ
દા.ન.હ.-દિવ દમણ ૦૧ ૧,૨૦૩ ૦૪ ૫૧.૨૨ ૨૯ નૌકા
ગોવા ૦૩ ૨,૦૦૪ ૧૬૦ ૨૨૭ શુન્ય
કર્ણાટક ૦૬ ૪૭૩ ૦૨ ૨૧૫.૨૩ ૨૬૩ નૌકા અને ૩૨૪ જાળ
કેરળ ૧૧ ૫,૦૩૪ ૯૧ ૨૪,૪૩૩ ૧૨૫ નૌકા અને ૨૮૨ જાળ

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન