Devotional Tulsi wedding celebration by Indians in California, USA
  • Home
  • Featured
  • અમેરિકાના કેલિફૉર્નિયામાં ભારતીયો દ્વારા ભક્તિભાવ પૂર્વક તુલસી વિવાહની ઉજવણી

અમેરિકાના કેલિફૉર્નિયામાં ભારતીયો દ્વારા ભક્તિભાવ પૂર્વક તુલસી વિવાહની ઉજવણી

 | 10:39 pm IST
  • Share

ભારતીયો વિદેશમાં જાય તો પણ પોતાની સાંસ્કૃતિક પરંપરાને જાળવી રાખવાનું ભૂલતા નથી. આથી ભારતમાં ઉજવાતા મોટાભાગના તહેવારોની વિદેશમાં વસતા ભારતીયો ઉજવણી કરે તે સ્વાભાવિક છે. અમેરિકામાં ભારતીયોની વસ્તી મોટા પ્રમાણમાં છે, ત્યારે કેલિફોર્નિયામાં વસતા ગુજરાતીઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં શાસ્ત્રોક્ત વિધિથી યોજાયેલા તુલસી વિવાહમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.

કારતક માસની એકાદશીની તિથિએ ભગવાન વિષ્ણુના શાલીગ્રમ અવતાર અને માતા તુલસીનું વિવાહ કરવામાં આવે છે. આ એકાદશીને દેવઉઠી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનું અધિક મહત્ત્વ હોય છે. આ પાવન દિવસે જ ભગવાન વિષ્ણુ ચાર મહિના બાદ યોગ નિંદ્રામાંથી જાગે છે. આ દિવસથી જ માંગલિક કાર્યો પણ શરૂ કરવામાં આવે છે.

અમેરિકાના કેલિફોર્નિયાના બેલફ્લાવર સિટીના શ્રીજી મંદિર ખાતે તુલસી વિવાહનો પાવન અવસર યોજાયો હતો. આ પ્રસંગે ઢોલ નગારા સાથે લાલજીનો વરઘોડો નીકળ્યો હતો. શાસ્ત્રોક્તવિધિથી થયેલા વિવાહમાં સોનિયાબેન તથા યોગી પટેલ દ્વારા કન્યાદાન કરાયું હતું. આ પ્રસંગે યોગી પટેલના માતૃશ્રી ઉર્મિલાબેન, ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઑફ નોર્થ અમેરિકાના ચેરમેન પરિમલભાઇ શાહ તેમનો પરિવાર તથા મોટી સંખ્યામાં આમંત્રિતો હાજર રહ્યાં હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો