Dhoni replaced me as captain in 2007 Says Yuvraj Singh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • યુવરાજનું દર્દ છલકાય આવ્યું: 2007માં મારી જગ્યાએ ધોનીને કેપ્ટન બનાવ્યો, છતા….

યુવરાજનું દર્દ છલકાય આવ્યું: 2007માં મારી જગ્યાએ ધોનીને કેપ્ટન બનાવ્યો, છતા….

 | 3:30 pm IST
  • Share

યુવરાજ સિંહે2007 ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં મહત્વપુર્ણ યોગદાન આપ્યું હતું. જો કે, ટુર્નામેન્ટ પહેલાં યુવરાજ સિંહનું સપનું તૂટી ગયું હતું. તેમ છતાં તેણે દેશ અને ટીમ માટે પોતાને કરેલો વાયદો નિભાવ્યો હતો. એક ઈન્ટરવ્યૂમાં વાતચીત દરમિયાન યુવરાજ સિંહનું દર્દ છલકાઈ આવ્યું હતું.

ઈન્ટરનેશન ક્રિકેટ કાઉન્સિલે 2007માં પહેલીવાર ટી20 ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. યુવરાજ સિંહે જણાવ્યું કે, આ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનું સિલેક્શન થવાનું હતું ત્યારે મને પૂરી આશા હતી કે ટીમ ઈન્ડિયાની કમાન મને સોંપવામાં આવશે. કેમ કે સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડે પોતાને સિલેક્શન માટેથી અલગ કરી લીધા હતા.

યુવરાજ તે સમયે સિલેક્ટ થયેલી ટીમ ઈન્ડિયાના સીનિયર ખેલાડીમાંથી એક હતો. તેણે વન ડેમાં ડેબ્યૂ કરતાં લગભગ 7 વર્ષ થઈ ગયા હતા. તે સમયે ધોનીને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પગ મૂકતાં 3 વર્ષ જ થયા હતા. ધોનીએ આ મોકાનો પૂરો લાભ ઉઠાવ્યો. તેને પહેલીવાર ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની આગેવાનીની જવાબદારી મળી હતી. તેણે ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવીને ન ફક્ત સમગ્ર દુનિયાને હેરાન કરી દીધી પણ તે બાદ ધોનીએ ક્યારેય પણ પાછળ ફરીને જોયું નથી.

યુવીએ કહ્યું કે, જો કે મને કેપ્ટનશિપ મળી ન હતી. તેમ છતાં મેં એક ટીમ મેનની ભૂમિકા નિભાવી. એ સ્વાભાવિક છે કે જે ટીમનો કેપ્ટન બને છે તેને સમર્થન આપવાનું હોય છે. પછી તે રાહુલ દ્રવિડ હોય, સૌરવ ગાંગુલી હોય કે પછી ભવિષ્યમાં કોઈપણ હોય. અંતે તમે એક ટીમમાં રહેવા માગો છો. હું પણ એમ જ હતો.

યુવરાજે કહ્યું, તે વર્ષે ભારત પહેલેથી જ 50 ઓવર વર્લ્ડકપમાં ખરાબ રીતે હારીને બહાર થયું હતું. સાચું છે ને? મારો મતલબ છે ત્યારે ભારતીય ટીમમાં ખુબ જ ખલબલી મચી ગઈ હતી. જે બાદ ભારતને બે મહિનાનો લાંબો ઈંગ્લેન્ડ પ્રવાસ કરવાનો હતો. પછી સાઉથ આફ્રિકા અને આયરલેન્ડનો પણ એક મહિનાનો પ્રવાસ હતો. ટી20 વર્લ્ડ કપનું પણ એક મહિનાનું લાંબુ શિડ્યુલ હતું. તેવામાં 4 મહિના ઘરેથી બહારનો પ્રવાસ હતો.

યુવીએ આગળ કહ્યું- ત્યારે સીનિયર ખેલાડીઓએ વિચાર્યું કે તેઓને ક્રિકેટથી થોડી બ્રેક જોઈએ. ત્યારે કોઈપણ ટી20 વર્લ્ડ કપને ગંભીરતાથી લઈ રહ્યા ન હતા. તેવામાં હું આશા કરી રહ્યો હતો કે ટી20 વર્લ્ડ કપમાં મને ભારતીય ટીમનું સુકાનીપદ મળશે. જ્યારે ઘોષણા થઈ ત્યારે ધોની કેપ્ટન હતો.

2007ના વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે ઈંગ્લેન્ડની સામે મેચમાં ફક્ત 12 બોલમાં હાફ સેન્ચુરી ફટકારી હતી. જે આજે પણ એક વર્લ્ડ રેકોર્ડ છે. પોતાની ઈનિંગ દરમિયાન તેણે સ્ટુઅર્ટ બોર્ડની એક જ ઓવરમાં 6 સિક્સ ફટકારી હતી. તેણે ઓસ્ટ્રેલિયાની સામે મેચમાં 70 રન બનાવીને ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં પહોંચાડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન