Dhoni will play his 300th match as captain for CSK in the IPL
  • Home
  • Sports
  • Cricket
  • ધોનીની ખાસ સિદ્ધિ, દુનિયાના તમામ ક્રિકેટરો માટે પડકાર

ધોનીની ખાસ સિદ્ધિ, દુનિયાના તમામ ક્રિકેટરો માટે પડકાર

 | 5:56 pm IST
  • Share

  • IPLમાં મહન્દ્ર સિંહ ધોનીની સિદ્ધિ
  • IPLમાં ધોનીની આજે 300મી મેચ
  • એમએસ ધોનીએ CSKને 9 વખત ફાઇનલમા પહોંચાડી

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની દુનિયાના સર્વશ્રેષ્ઠ કેપ્ટનોમાંનો એક છે. ધોનીએ ભલે ગત વર્ષે ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધુ હોય પરંતુ તે અત્યારે પણ આઇપીએલમાં સીએસકે માટે કેપ્ટશીપ કરી રહ્યો છે. ધોનીની કેપ્ટનશીપ હેઠળ સીએસકે આ વર્ષે 9મી વખત આઇપીએલની ફાઇનલમાં પહોંચ્યું છે. આ સાથે જ ધોનીના નામે એક એવો રેકોર્ડ બની ગયો છે, જેની આસપાસ મોટામાં મોટા ક્રિકેટરો પહોંચી પણ શક્યા નથી.

ધોનીએ પણ બનાવ્યો રેકોર્ડ

સીએસકેના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે ટી-20 ક્રિકટમાં પોતાનો ત્રેવડો સતક પૂર્ણ કરી લેશે. ખરેખર ટી-20 મેચોમાં કેપ્ટનશીપ કરતા ધોનીની આ કુલ 300મી મેચ હશે. આવું અત્યાર સુધીમાં દુનિયાનો કોઇ ક્રિકેટર કરી શક્યો નથી. વેસ્ટઇન્ડીઝના પૂર્વ કેપ્ટન ડૈરેન સૈમી આ મામલે બીજા ક્રમે છે. જેમણે 208 ટી-20 મેચોમાં કેપ્ટનશીપ કરી છે. જો ધોની અને સૈમીના વચ્ચેનું અંતર જોવામાં આવે તો લગભગ 100 મેચો છે.

ધોનીની કેપ્ટનશીપમાં 9મી ફાઇનલ

મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં સીએસકે આ વખતે કુલ પોતાની 9મી આઇપીએલ ફાઇનલમાં પહોંચ્યું છે. આ પણ એક મોટો રેકોર્ડ છે. આ સિવાય સીએસકે ત્રણ વખત આઇપીએલની ટ્રોફી જીતી છે. સીએસકે એ સૌ પ્રથમ 2010, 20211 અને પછી 2018માં આઇપીએલનો ખિતાબ જીત્યો હતો. આ સિવાય માત્ર 2020ને પાછળ છોડી આ ટીમ દર વખતે પ્લેઓફમાં પહોંચી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો