Did you know In just 15 minutes, a blood test will diagnose brain disease
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • શું તમને ખબર છે? ફક્ત 15 મિનિટમાં બ્લડ ટેસ્ટથી મગજની બીમારીનું થશે નિદાન

શું તમને ખબર છે? ફક્ત 15 મિનિટમાં બ્લડ ટેસ્ટથી મગજની બીમારીનું થશે નિદાન

 | 11:59 am IST
  • Share

મગજને પહોંચાડતા પ્રોટીનના કોષો જો મૃત પામતા હોય તો તેનું નિદાન રકત પરીક્ષણ કરી પંદર મિનિટમાં મેળવી શકાય છે. હાલ મગજમાં થતી ઇજાઓને જાણવા માટે સીટી સ્કેનનો ઉપયોગ થઇ રહ્યો છે. હવે પરીક્ષણની નવી રીત લોકોને વહેલી તકે યોગ્ય ઉપચાર કરાવી શકશે. ૯૦ દર્દીઓ પર થયેલા સર્વેમાં ૬૪ ટકા લોકોમાં મગજની ઇજા સફળતાપૂર્વક જાણી શકાઇ હતી.

બ્રેકથ્રુ રક્ત પરીક્ષણ માત્ર પંદર મિનિટમાં કોઇપણ કર્કશ નિદાન કરવામાં સહાયરૃપ બને છે. એક સંશોધન અનુસાર મગજને લોહી પહોંચાડતા કોષમાં જરૃરી પ્રોટીનની ઊણપ પણ રકત પરીક્ષણ દ્વારા જાણી શકાય છે. માથાની લગભગ બે તૃતીયાંશ ઇજાઓ રકત પરીક્ષણ દ્વારા જાણી શકાય છે. યુકેની હોસ્પિટલોમાં એક દિવસમાં ૪૦૦થી વધુ દર્દીઓ માથાની ઇજાઓ સાથે આવતા હોય છે. જેમાંના કેટલાક કાર અકસ્માત તો કેટલાકને પડી જવાને પગલે માથામાં ઇજાઓ થઇ હતી. હાલમાં મગજની ઇજાઓને જાણવા માટે સીટી સ્કેનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સીટી સ્કેનમાં માત્ર મર્યાદિત બીમારીઓનું જ નિદાન થઇ રહ્યું હોવાનું તબીબોનું માનવુ છે.

સીટી સ્કેન ન શોધી શકે એ બીમારી રક્ત પરીક્ષણ હવે શોધી કાઢશે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં ૪૫૦ લોકો પર હાથ ધરાયેલા સર્વેમાં ૬૪ ટકા લોકોનું નિદાન રકત પરીક્ષણ દ્વારા ખરી રીતે થયું હતું. આ દર્દીઓનું પહેલા સીટી સ્કેન કરાયું હતું પરંતુ તેમાં તેમની બીમારી વિશે અસ્પષ્ટતા જણાંતા તેમના રકત પરીક્ષણ કરાયા હતા. એમઆરઆઇ સ્કેન કરી આ દર્દીઓને આઘાતજનક મગજની બીમારી થઇ હોવાનું નિદાન થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન