Digital Marketing is very useful for you in this digital age
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ડિજિટલ માર્કેટિંગ એટલે શું ? Digital Marketingથી કંઈ રીતે પૈસા કમાઈ શકીએ ? જાણો સમગ્ર માહિતી

ડિજિટલ માર્કેટિંગ એટલે શું ? Digital Marketingથી કંઈ રીતે પૈસા કમાઈ શકીએ ? જાણો સમગ્ર માહિતી

 | 12:40 pm IST
  • Share

આજનો યુગ ટેકનોલોજી અને ડિજિટલનો યુગ ચાલી રહ્યો છે. આપણે દરેક જાણીએ છીએ કે દુનિયા ડિજિટલ બનવા જઈ રહી છે ત્યારે તમાકે ડિજિટલ માર્કેટિંગ વિશે જાણવું ખુબ જ જરૂરી છે. તમારા કોઈપણ ધંધા કે રોજગાર શરૂ કરવા અથવા તો ચલાવવા માટે હાલ ડિજિટલ માર્કેટિંગ મહત્વનું અંગ માનવામાં આવે છે. ડિજિટલ માર્કેટિંગ એ તાજેતરના અદ્યતન યુગમાં ખૂબ મહત્વનું છે. આ ક્ષેત્રમાં ઘણી તકો છે અને પ્રગતિની સંભાવના છે.આ ક્ષેત્રો ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે અને તેમાં ગ્રાફિક ડિઝાઇન, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન અને વધુ જેવી ઘણી વસ્તુઓ શામેલ છે. જો ધંધા રોજગારની વાત કરવામાં આવે તો ફિલ્ડ માર્કેટિંગ કરતા ડિજિટલ માર્કેટિંગ સારું છે. આજકાલ લોકો પાસે ખરીદી કરવા જવાનો સમય નથી. લોકો ઘરે બેઠા મળી જાય અને જલદીથી મળે તે જ જોવે છે. જેના પગલે હવે લોકો ઘરે બેઠા જ સર્ચ કરે છે અને માહિતી મેળવે છે. જેના પગલે ડિજિટલ માર્કેટિંગનું મહત્વ ખુબ જ વધારે પ્રમાણમાં વધી ગયું છે. આજે અમ તમે ડિજિટલ માર્કેટિંગને લઈને તમામ માહિતી આપવા જઈ રહ્યા છીએ. તો જાણો સંપૂર્ણ માહિતી વિગતવાર…

ડિજિટલ માર્કેટિંગ એટલે શું અને કંઈ રીતે તેમાં થાય છે કામ ?

ડિજિટલ માર્કેટિંગએ ક્ષણના ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરીને જાહેરાત અને વ્યવસાયિક વ્યૂહરચનાની સતત રચના અને પ્રક્રિયાઓ છે. ડિજિટલ માર્કેટિંગ એ એક ઓનલાઇન પ્લેટફોર્મ તરીકે ઓળખાય છે જ્યાં કોઈ પણ તેમના ઉત્પાદનો અથવા સેવાઓ ઇન્ટરનેટ અથવા કોઈપણ અન્ય ડિજિટલ માધ્યમ દ્વારા ઓનલાઇન જાહેરાત કરી શકે છે. વ્યવસાયમાં ડિજિટલ પ્લેટફોર્મનો અવકાશ અનંત છે. ડિજિટલ માર્કેટિંગ તેના ઉત્પાદન અથવા સેવાની જાહેરાત કરવા માટે વિવિધ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. જેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ સર્ચ એંજિન, ટ્વિટર જેવા વગેરે ડિજિટલ પ્લેટફોર્મ પર ચાલતી જાહેરાત છે. હવે લોકો પોતાના ધંધાને આગળ વધારવા માટે ફેસબુક, ગૂગલ સર્ચ એંજિન અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર જાહેરાત કરે છે અને તેઓ ઓનલાઇન જ પ્રોડક્ટનું વેચાણ કરે છે અને ઘણા લોકો ઓનલાઇન માર્કેટિંગ કરીને ઓફલાઇનમાં વેચાણ કરે છે તો આ ડિજિટલ માર્કેટિંગ જ કહેવાય છે. ડિજિટલ માર્કેટિંગમાં વિવિધ ટુલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. જેવા કે કોમ્પ્યુટર, મોબાઈલ, ઈન્ટરનેટ, સોશિયલ મીડિયા, ઈમેઈલ વગેરે…

ડિજિટલ માર્કેટિંગ કેટલું જરૂરી છે અને શા માટે જરૂરી છે ?

Digital Marketing

ડિજિટલ માર્કેટિંગનો આધાર ડિજિટલ મીડિયા પર રહેલો છે. ડિજિટલ મીડિયા પાસે ઘણી બધી માહિતી રહેલી છે. જેના દ્વારા લોકો ગમે ત્યારે ગમે તે જગ્યાએથી બધી માહિતી મેળવી શકે છે. આજના સમયમાં લોકો પાસે સમય નથી. જેથી  ઓનલાઇન લોકો વધારે એક્ટિવ હોય છે. જેના પગલે ડિજિટલ માર્કેટિંગ દ્વારા ઓનલાઇનમાં તમારા પ્રોડક્ટની માહિતી ઓનલાઈન ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવશે. ઓનલાઇન જાહેરાત કે માર્કેટિંગ એકદમ સરળ અને સસ્તું  છે. ડિજિટલ માર્કેટિંગ કરવા માટે ગૂગલ અને ફેસબુક જેવી વિવિધ કંપનીઓ ખૂબ સારી સુવિધા આપે છે. 

ડિજિટલ માર્કેટિંગ બિઝનેસમાં કઈ રીતે ઉપયોગી છે ?

આજના આ આધૂનિક યુગમાં કોઈપણ બિઝનેસ માટે ડિજિટલ માર્કેટિંગ ટર્નિંગ પોઈન્ટ રહેશે. કારણ કે તમે ડિજિટલ માર્કેટિંગ દ્વારા તમારી પ્રોડક્ટની માહિતી આસાનીથી લોકો સુધી પહોંચાડી શકશો. ડિજિટલ માર્કેટિંગનું કામ તમારી કોઈ પ્રોડક્ટ તમામ કસ્ટમર સુધી પહોંચે એ છે. ડિજિટલ માર્કેટિંગમાં સૌથી પહેલા તો ગ્રાહકની જરૂરિયાતને સમજવી ખુબ જ જરૂરી છે. ગ્રાહકોની માંગ મુજબ કોઈ પ્રોડક્ટ બનાવવામાં આવે અને ત્યારપછી ગ્રાહકને આપવામાં આવે તો તમારા બિઝનેસ માટે ખુબ જ ફાયદાકારક રહે છે. 

digital marketing

B2Bનું પૂરું નામ બિઝનેસ ટુ બિઝનેસ છે. બી2બી માર્કેટિંગ વ્યક્તિઓની જરૂરિયાતો, રુચિઓ અને પડકારોને લક્ષ્યાંકિત કરે છે કે જેઓ તેમની સંસ્થા વતી ખરીદી કરે છે અથવા તેમની સંસ્થા માટે ખરીદી કરે છે. આ માર્કેટિંગમાં તમારે સેલ્સ મેન માટે લીડ જનરેટ કરવાની હોય છે ત્યારબાદ તેના રેગ્યુલર ફોલોઅપ લઈને તમે તમારી પ્રોડક્ટને સરળતા થી વેચી શકો છો.

digital maketin b2cB2Cનું પૂરું નામ બિઝનેસ ટુ કન્ઝયુમર છે. જેમાં તમે તમારી પ્રોડક્ટને સીધી ગ્રાહક સુધી પહોંચાડી શકો છો. આ પ્રકારના માર્કેટિંગ માટે એક પોતાની વેબસાઈટ બનાવવાની રહે છે. તમારી વેબસાઈટમાં તમારે તમારી કંપનીની પ્રોડક્ટ મુજબ કન્ટેન્ટ રાખવાનો હોય છે. જે પ્રોડક્ટ જોઈને કોઈપણ ગ્રાહક તમારી પાસેથી ખરીદી કરી શકે છે. આ પ્રકારના માર્કેટિંગમાં તમે ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, યુટ્યૂબ, જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકો છો. .

ડિજિટલ માર્કેટિંગ કંઈ રીતે ફાયદાકારક છે ?

આ ડિજિટલ માર્કેટિંગ લોકો માટે ફાયદાકારક પણ છે અને ગરેફાયદાકારક પણ છે. આ માર્કેટિંગ એક રીતે ઉપયોગી થાય છે તો સાથે સાથે નુકસાનકારક પણ સાબિત થાય છેડિજિટલ માર્કેટિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં ખૂબ જ સરળતાથી વિશ્લેષણ થઈ શકે છે.  ડિજિટલ માર્કેટિંગ વડે ચોક્કસ વર્ગ કે વયજૂથને ટાર્ગેટ કરી શકાય છે. યુટ્યુબ, ફેસબુક, ગુગલ, વેબસાઈટ વગેરે પર દર્શાવવામાં આવતી જાહેરાત એ ડિજિટલ માર્કેટિંગનો જ એક ભાગ છે. 

ડિજિટલ માર્કેટિંગ દ્વારા તમે તમારી પ્રોડક્ટને વેચવા માટે સરળતા પૂર્વક તેની માહિતી ગ્રાહકો સુધી પહોંચાડી શકો છો. ડિજિટલ ટેકનોલોજી દ્વારા તમે તમારી વેબસાઈટની અંદર કેટલોગ મૂકી દો તો તમને ખબર પડી જશે કે આ કેટલા લોકો એ જોયું છે. ડિજિટલ માર્કેટિંગમાં આ રીતે તમે બધી માહિતી સરળ રીતે જાણી શકો છો.

digital maketing

ડિજિટલ માર્કેટિંગ હેઠળ વેબસાઈટ/બ્લોગ બનાવવા, ફેસબુક પેજ બનાવવું, ગુગલ એડવર્ડ, યુટયુબ મોનીટાઈઝેશન, સર્ચ એન્જિન ઓપ્ટિમાઈઝેશન, વિડીયો માર્કેટિંગ વગેરનો સમાવેશ કરવામાં આવે છે. ડિજિટલ માર્કેટિંગ શીખવાની સુવિધા ગુગલ, ફેસબુક, ખાન એકેડમી વગેરે પર ઉપલબ્ધ છે. આ સિવાય પણ અનેક વેબસાઈટ્સ ડિજિટલ માર્કેટિંગને લગતો કોર્ષ ચલાવે છે અને તેનું સર્ટિફીકેટ પણ આપે છે. યુટયુબ પર ડિજિટલ માર્કેટિંગને લગતાં અનેક વિડીયો ઉપલબ્ધ છે. ઈન્ટરનેટની ઉપલબ્ધતા તેમજ તેના ઉપયોગ બાબતે જાગૃતતા આવવાથી આવનાર સમયમાં ડિજિટલ માર્કેટિંગનો વ્યાપ વધશે તે ચોક્કસ બાબત છે, જેથી ધંધાનો વ્યાપ વધારવા માટે ડિજિટલ માર્કેટિંગની દિશામાં કાર્યરત થવું જરૂરી બન્યું છે.
digital maketing

ડિજિટલ માર્કેટિંગ માટે કંઈ કંઈ વસ્તુની જરૂર પડે છે ?

  1. વેબસાઇટ
  2. કંપનીનો બ્લોગ
  3. સોશ્યલ મીડિયા ચેનલ
  4. ઓનલાઇન કેટલોગ
  5. બ્રાન્ડિંગ લોગો
  6. ઈ બુક
  7. ઇન્ફોગ્રાફિક્સ
  8. ઇન્ટરેક્ટઈવ ટૂલ

ડિજિટલ માર્કેટિંગમાં ક્યાં ક્યાં પ્લેટફોર્મ પર કામ કરી શકાય ?

  1. મેનેજર
  2. સોશ્યલ મીડિયા માર્કેટિંગ સ્પેશિયાલિસ્ટ
  3. કન્ટેન્ટ રાઇટર
  4. કન્ટેન્ટ મેનેજર
  5. સોશિયલ મીડિયા મેનેજર
  6. વેબ ડિઝાઈનર
  7. બ્લોગર
  8. સર્ચ એન્જીન માર્કેટર
  9. SEO એક્સક્યુટિવ
  10. એફિલિએટ માર્કેટ

ડિજિટલ માર્કેટિંગથી કંઈ રીતે પૈસા કમાઈ શકીએ ?

ડિજિટલ માર્કેટિંગ શીખ્યા બાદ તમે તરત ને તરત આવક નહીં મેળવી શકો. પરંતુ ધીરે ધીરે આ ડિજિટલ માર્કેટિંગમાં ખુબ જ આવક મેળવી શકો છો. આ ફિલ્ડમાં તમારા અનુભવ અને તમે તમારી સ્કિલ જેટલી મજબૂત હશે તેટલી કમાણી કરી શકો છો. જો તમે કોઈ નોકરી કરતાં હોય અને તમે નોકરી છોડીને પૂરા સમય માટે ડિજિટલ માર્કેટિંગ કરવાનું વિચારો છો તો એવું ક્યારેય ન કરતા કારણ કે તેનાથી તમને નુકસાન થઈ શકે છે. તે આ કામ નોકરીની સાથે પણ કરી શકો છો. ડિજિટલ માર્કેટિંગ એ ઝડપથી શિખિ જઈએ એટલું સહેલું પણ નથી. તે માટે સમય આપવો ખુબ જ જરૂરી હોય છે. પરંતુ તમે જો તેમાં તમામ જાણકારી પ્રાપ્ત કરી લો તો તમે ઈચ્છો એટલે પૈસા કમાઈ શકો છો. 

ડિજિટલ માર્કેટિંગના પ્રકાર

  1. સોશિયલ મીડિયા માર્કેટિંગ
  2. સર્ચ એન્જીન ઓપ્ટિમાઇઝેશન
  3. નેટિવ જાહેરાત
  4. જાહેરાત માર્કેટિંગ
  5. માર્કેટિંગ ઑટોમેશન
  6. કન્ટેન્ટ માર્કેટિંગ
  7. ઇનબાઉન્ડ માર્કેટિંગ
  8. ઓનલાઇન PR
  9. પે પર ક્લિક
  10. ઈમેલ માર્કેટિંગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન