ડિપ્લોમાના તમામ વર્ષના વિદ્યાર્થીઓ માટે ક્લાસરૂમ શિક્ષણ શરૂ કરવા માગ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ડિપ્લોમાના તમામ વર્ષના વિદ્યાર્થીઓ માટે ક્લાસરૂમ શિક્ષણ શરૂ કરવા માગ

ડિપ્લોમાના તમામ વર્ષના વિદ્યાર્થીઓ માટે ક્લાસરૂમ શિક્ષણ શરૂ કરવા માગ

 | 12:11 am IST

। અમદાવાદ ।

રાજ્યમાં આવેલી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસક્રમો ચલાવતી કોલેજોમાં માત્ર છેલ્લા વર્ષ નહીં પરંતુ તમામ વર્ષોના વિદ્યાર્થીઓ માટે ક્લાસરૂમ શિક્ષણ શરૂ કરવા એસોસીએશન ઓફ ગુજરાત એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજિકલ ડિપ્લોમા કોલેજીસે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખીને માગણી કરી છે.

૧૧ જાન્યુઆરીથી તમામ કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રથમ તબક્કામાં પીજી, પીએચડી, મેડિકલ અને પેરામેડિકલના તમામ, ટેકનિકલ અને નોન ટેકનિકલ સ્નાતક અભ્યાસક્રમના ફાઈનલ યરના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન ટીચીંગ શરૂ થયું છે. ડિપ્લોમાના વિદ્યાર્થીઓ કોર્સને લગતું પ્રેક્ટિકલ શિક્ષણ ઓફલાઈન માધ્યમથી મેળવે તે ખૂબ જ જરૂરી છે તેમ પત્રમાં એસો.ના સેક્રેટરી જીતુ ઉપાધ્યાયે જણાવતા કહ્યું છે કે ઓનલાઈન માધ્યમથી આપવામાં આવતું પ્રેક્ટિકલ શિક્ષણ ઓફલાઈન માધ્યમ જેટલું કારગત નથી તેવો અમારો અનુભવ છે.

પાછલી બે ટર્મથી ડિપ્લોમાના વિદ્યાર્થીઓ ફક્ત ઓનલાઈન માધ્યમથી શિક્ષણ મેળવી રહ્યાં છે. કોલેજ ખાતે આવી પ્રેક્ટિકલ શિક્ષણ મેળવવાનો લાભ લેવામાંથી વંચિત રહ્યાં છે. પ્રેક્ટિકલનો અનુભવ ન મળવાના કારણે ભવિષ્યમાં રોજગારી મેળવવામાં તેમને મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે.

ઓનલાઈન માધ્યમથી શિક્ષણ અપાતું હોવાના કારણે વાલીઓ ફી ભરવાનો ઈન્કાર કરી રહ્યાં છે. તેના કારણે કોલેજોને અધ્યાપકોના પગાર કરવામાં અને માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરવા પડતા ખર્ચને પહોંચી વળવા જરૂરી રેવન્યૂ મળતી નથી. ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ થયું છે. શાળાના વિદ્યાર્થીઓની સરખામણીમાં ડિપ્લોમાના વિદ્યાર્થીઓ પુખ્ત હોય કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા સક્ષમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;