Discussion on the resignation of the young leader of Kutch BJP
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રાજકીય ગંદકી: BJPના યુવા નેતાના ઈલુ ઈલુ કાંડમાં ભાંજગડ જારી: રાજીનામાની ચર્ચા

રાજકીય ગંદકી: BJPના યુવા નેતાના ઈલુ ઈલુ કાંડમાં ભાંજગડ જારી: રાજીનામાની ચર્ચા

 | 6:00 am IST
  • Share

કચ્છ જિલ્લા ભાજપના યુવા નેતાનું ઈલુ ઈલુ પ્રકરણ બે દિવસથી ટોક ઓફ ધ ટાઉન અને હવે તો દિલ્હી સુધી યેનકેન પ્રકારે ચર્ચાયું છે ત્યારે આ યુવા નેતાને મેથીપાક આપનારા પરિવારની મક્કમતાના કારણે રાજીનામુ આપવું પડયું હોવાનો નોબત વાગી છે. જોકે સત્તાવાર રીતે કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ અને મહામંત્રીએ જાણે મોઢા સીવી લીધા પડયા હોય તેમ ફોન રીસીવ કરવાનું મુનાસિબ સમજ્યું ન હતું. દિવસભર બેઠકો પણ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, આ પ્રકરણમાં  ભાજપી કાર્યકરો અને હોદેદારો અંતર રાખી રહ્યા છે.

પાંચમી ઓગસ્ટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રાજ્યસ્તરના કિસાન સન્માન સમારોહની ઉજવણી ભુજથી કરવાના છે તો ૧ ઓગસ્ટના રવિવાર ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાની હાજરીમાં જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી ભુજમાં કચ્છ યુનિવર્સિટી ખાતે થવાની છે. સરકારની પાંચ વર્ષની ઉજવણીના ૯ દિવસના કાર્યક્રમોની વચ્ચે લાપસીમાં કાંકરો આવી ગયો હોય તેમ કચ્છ જિલ્લા ભાજપના યુવા નેતા અને ભુજ નગરપાલિકાના કારોબાર સહિતના વહીવટની લોકસત્તા ભોગવનારા હોદ્દેદારે પૂર્વ ધારાસભ્યની ભત્રીજી સાથે માણેલી રંગેરેલિયાનો પર્દાફાશ થયો છે. આ ઘટનાના કારણે જિલ્લા ભાજપ અને કેટલેક અંશે પ્રદેશ સંગઠનનું પણ ખરાબ લાગ્યું છે.

આ હોદેદાર સામે શિસ્તભંગના પક્ષીય પગલાં ભરવામાં આવે તેવી મક્કમતાપૂર્વકની ફરિયાદો પ્રદેશસ્તરે કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જેના અનુસંધાને આ યુવા નેતાને શનિવારે રાજીનામુ આપવાનો વારો આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડયું હતું. રાજીનામુ ચોક્કસ માનવામાં આવે છે પણ  જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ અને પ્રવક્તા સમાન મહામંત્રી અનિરૂદ્ધ દવેનો વારંવાર સંપર્ક કરવા છતાં પક્ષ તરફનો સત્તાવાર પ્રતિભાવ જાણી શકાયો ન હતો. આ પ્રકરણમાં જિલ્લા ભાજપનો શું રવૈયો રહેશે તે જોવાનું છે કારણ કે સંગઠનના વાલી સમાન પ્રમુખ-મહામંત્રીઓને મોટા ઉપાડે રીપીટ કરાયા બાદ આ પ્રકારના વ્યભિચારી કાંડ સામે આવતાં પ્રદેશ અને જિલ્લાના નેતાઓ દ્વારા ભરાનારા પગલાંની જવાબદારી કેટલા અંશે સુપેરે બજાવાશે તે ચર્ચામાં અટવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન