dispute a scuffle for housing scheme form in Vadodara
  • Home
  • Featured
  • વડોદરામાં આવાસ યોજનાના ફોર્મ માટે પડાપડી, ધક્કામુક્કીથી મચી અફરા-તફરી

વડોદરામાં આવાસ યોજનાના ફોર્મ માટે પડાપડી, ધક્કામુક્કીથી મચી અફરા-તફરી

 | 12:37 pm IST
  • Share

  • પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ માટે બબાલ
  • પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2132 આવાસો માટે ફોર્મ વિતરણ
  • 2900 લોકોને ટોકન આપી દેતા ભીડ બેકાબૂ બની

 

વડોદરા મહાનગરપાલિકા પાલિકા દ્વારા હરણી સહિત 4 સ્થળોએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2132 આવાસો માટે ફોર્મ વિતરણની કાર્યવાહી હાથધરવામાં આવી હતી. આજે વહેલી સવારથી લાભાર્થીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને ભારે ભીડ જામી હતી.

રાવપુરાની એફોર્ડેબલ હાઉસિંગની કચેરીએ મોટી સંખ્યામાં ભીડ જામી હતી. ધક્કામુક્કીમાં 50થી વધુ લોકો દબાયા હતા. 2135 આવાસ માટે ફોર્મ વિતરણની કામગીરી કરવામાં આવી હતી. અત્યાર સુધી 2900 લોકોને ટોકન આપી દેતા ભીડ બેકાબૂ બની હતી.મામલો બીચકતા વિપક્ષ નેતા અમી રાવત રાવપુરા કચેરીએ પહોંચ્યા હતા.

પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ માટે બબાલ થવી એ કોઇ નવી વાત નથી. આજે વડોદરા મહાનગરપાલિકા પાલિકા દ્વારા હરણી સહિત 4 સ્થળોએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2132 આવાસો માટે ફોર્મ વિતરણ થતા રાવપુરા સ્થિત એફોર્ડબલ હાઉસિંગ ની કચેરીએ બબાલ થઇ હતી. 2135 આવાસો ના ડ્રો થવાનો છે. અત્યાર સુધી 2900 લોકોને ટોકન આપી દેવાથી લોકોની ધીરજ ખુટી હતી અને તકરાર થઇ હતી.

આવાસ યોજના માટે સોમવારથી ફોર્મ વિતરણ શરૂ કરાયુ હતુ ત્યારે પણ મોટી સંખ્યામાં ભીડ જામી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના EWSના મકાનો અંગેના ફોર્મનું વિતરણ સોમવારથી શરૂ કરવામાં આવ્યુ હતુ લોકોએ ફોર્મ લેવા માટે ભારે ધસારો કર્યો હતો.

જેથી ફોર્મ વિતરણ કરવાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો હતો પાલિકા દ્વારા તારીખ 31 ડિસેમ્બર સુધી ફોર્મનું વિતરણ કરવા નિર્ણય લેવાયો છે. મકાનના ફોર્મ સવારે 11થી બપોરના બે વાગ્યા સુધી મળતા હોય છે આજે ફરી ફોર્મ લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને ભારે ભીડ થતા લાભાર્થીઓએ પડાપડી કરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો