Diwali 2021 date time mahalaxmi puja shubh muhurat
  • Home
  • Astro
  • આ વખતની દિવાળી રહેશે ખાસ ચાર ગ્રહોની એક રાશિમાં યુતી

આ વખતની દિવાળી રહેશે ખાસ ચાર ગ્રહોની એક રાશિમાં યુતી

 | 1:46 pm IST
  • Share

  • સૌથી મોટા તહેવાર દિવાળી પર રચાશે ખાસ સંયોગ
  • એક સાથે ચાર મોટા ગ્રહો એક જ રાશિમાં રહેશે
  • સૂર્ય, બુધ, મંગળ અને ચંદ્ર તુલા રાશિમાં યુતિ કરશે

મા નવદુર્ગાની ઉપાસનાનું પર્વ નવરાત્રિ પૂર્ણ થઇ ગઇ છે. હવે શરદપૂર્ણિમા અને ત્યાર પછી સૌથી મોટા તહેવાર એટલે કે સળંગ પાંસ દિવસ ચાલતા દિપાવલીના પર્વની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. દિવાળીનું કાઉટડાઉન શરૂ થઇ ગયુ છે. 4 નવેમ્બર, 2021, ગુરુવાર, કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની અમાસના દિવસે દિવાળી ઉજવવામાં આવશે.

આ પણ વાંચો: જાણીલો એકાદશીથી એક અઠવાડિયાનું આપનુ રાશિફળ

આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે દિવાળી પર એક દુર્લભ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ ચાર ગ્રહો એક જ રાશિમાં છે, એટલે કે એક જ રાશિમાં આ ચાર ગ્રહોની યુતી થઇ રહી છે. જેના કારણે આ દિવાળી લોકો માટે ખૂબ જ શુભ રહેશે. મા લક્ષ્મી અને ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત થશે અને લાભ થશે.

ચાર ગ્રહોની યુતી
(Diwali 2021 Shubh Sayog) દિવાળી કારતક મહિનાના કૃષ્ણ પક્ષની અમાસના દિવસે ઉજવવામાં આવશે. 04 નવેમ્બર હિન્દુ કેલેન્ડર મુજબ 2021 ગુરુવારના રોજ કારતક મહિનાના કૃષ્ણ પક્ષે અમાસનો દિવસ છે. આ દિવસે ધનની દેવી લક્ષ્મીજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે ચાર ગ્રહો યુતી રચી રહ્યા છે. દિવાળી પર સૂર્ય, બુધ, મંગળ અને ચંદ્ર તુલા રાશિમાં હાજર રહેશે.

આ પણ વાંચો: આ ત્રણ રાશિના જાતકો જીવનને ખુબ માણે, મુશ્કેલી-પડકારો સામે ક્યારેય ન ડગે

તુલા રાશિનો સ્વામી શુક્ર છે. લક્ષ્મીજીની પૂજાથી શુક્ર ગ્રહની શુભ્રતામાં વૃદ્ધિ થાય છે. શુક્ર ગ્રહ ધન-વૈભવ કારક, સુખ-સુવિધાનો દાતા માનવામાં આવે છે. સૂર્ય ગ્રહોનો રાજા છે, મંગળ ગ્રહોનો સેનાપતિ અને બુધ ગ્રહોનો રાજકુમાર માનવામાં આવે છે. ચંદ્રમાં મનનો કારક છે તે લાગણીઓ પર કાબૂ કરે છે. સૂર્ય પિતાના સ્થાનને તો ચંદ્રમાં માતાના સ્થાનને અસર કરે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો