Diwali gift to 5 lakh state government employees, CM Vijay Rupani made a big announcement
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Diwali
  • ગુજરાત સરકારના 5 લાખ કર્મચારીઓને દિવાળી ભેટ, CM વિજય રૂપાણીએ કરી મોટી જાહેરાત

ગુજરાત સરકારના 5 લાખ કર્મચારીઓને દિવાળી ભેટ, CM વિજય રૂપાણીએ કરી મોટી જાહેરાત

 | 11:15 am IST
  • Share

મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)એ રાજ્ય સરકાર (Gujarat Government)ના પાંચ લાખથી વધુ અધિકારી કર્મચારીઓને દીપાવલી ભેટ આપવામાં આવી છે. રાજ્ય સરકારમાં સેવારત તમામ અધિકારી કર્મચારીઓને દીપાવલી (Diwali) નૂતન વર્ષ તહેવારોના અવસરે 10 હજાર રૂપિયા ફેસ્ટિવલ(Festival) એડવાન્સ તરીકે વગર વ્યાજે આપવાનો મુખ્યમંત્રીએ કર્મયોગી હિતકારી નિર્ણય લીધો છે.

ડિજિટલ ટ્રાનઝેકશનને વધુ પ્રોત્સાહિત કરવા આ એડવાન્સની રકમ અધિકારીઓ, કર્મચારીઓને રૂપે કાર્ડના સ્વરૂપમાં આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ એડવાન્સની રકમ વગર વ્યાજે 10 માસિક સરખા હપ્તામાં પરત લેવામાં આવશે.

મુખ્યમંત્રીના આ ઉદ્દાત નિર્ણયને પરિણામે દીપાવલીના તહેવારોમાં લોકોને ચીજ વસ્તુઓની ખરીદીમાં સુગમતા રહેશે. તેના પરિણામે નાના વ્યાપારીઓના વ્યવસાય રોજગારને વેગ મળશે. પ્રવર્તમાન સ્થિતિમાં દેશ તથા રાજ્યના અર્થતંત્રને પણ નવી ગતિ મળશે.

જુઓ આ પણ વીડિયો: દિવાળી ટાણે રાજકોટમાં કોરોના વકર્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન