દિવાળી અને નૂતન વર્ષના તહેવારોને ધ્યાનમાં રાખીને પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં માઈભક્તો માતાજીનાં દર્શન માટે ઉમટી પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેસતા વર્ષના પાવન દિવસે માતાજીને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવશે.

10 નવેમ્બરે મંગળા આરતી સાથે દર્શનનો પ્રારંભ

બેસતા વર્ષના દિવસે એટલે કે 10 નવેમ્બરે સવારે 6 વાગ્યે મંગળા આરતી કરવામાં આવશે. ત્યારબાદ માઈભક્તો માટે માતાજીનાં દર્શનનો પ્રારંભ થશે. નૂતન વર્ષના પાવન અવસરે માં અંબાને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવશે.

11થી 14 નવેમ્બર સુધી સમયમાં ફેરફાર

મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ 11થી 14 નવેમ્બર દરમિયાન પણ મંદિરની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર રહેશે. તહેવારો દરમિયાન ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓને સુવિધા મળી રહે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે.

15 નવેમ્બરથી સમય રાબેતા મુજબ

15 નવેમ્બરથી અંબાજી મંદિરમાં આરતી અને દર્શનનો સમય ફરી રાબેતા મુજબ થઈ જશે. ત્યારબાદ ભક્તો સામાન્ય સમય પ્રમાણે માતાજીનાં દર્શન કરી શકશે.

દર્શન માટે આવતા પહેલાં સમયની નોંધ લેવા અપીલ

અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા માઈભક્તોને અપીલ કરવામાં આવી છે કે દર્શન માટે આવતા પહેલાં આરતી અને દર્શનના નવા સમયની નોંધ લેવી. જેથી યાત્રાળુઓને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને માતાજીનાં દર્શન સરળતાથી થઈ શકે 


આ પણ વાંચો :    Explainer: ગરીબીમાં બાળપણ, લગ્ન વગર 5 બાળકોના પિતા, રોનાલ્ડોની ફૂટબોલના રાજા બનવાની સફર!