યાત્રાધામ શામળાજી મંદિરમાં દિવાળીના તહેવારોને લઈને ભવ્ય રોશની અને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. અલગ-અલગ રંગોની આકર્ષક લાઇટિંગથી સમગ્ર મંદિર ઝળહળી ઊઠ્યું છે. ધનતેરસના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

રંગબેરંગી રોશનીથી મંદિરનો આકર્ષક શણગાર

દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને શામળાજી મંદિરને વિશેષ રીતે શણગારવામાં આવ્યું છે. મંદિરના વિવિધ ભાગોમાં અલગ-અલગ રંગોની લાઇટિંગ કરવામાં આવી છે. રાત્રિના સમયે રોશનીથી મંદિરનો નજારો ભક્તો અને મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

ધનતેરસે ભક્તોની ભારે ભીડ

ધનતેરસના દિવસે ભગવાન શામળિયાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો યાત્રાધામ શામળાજી પહોંચ્યા હતા. ભક્તોએ શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દિવાળીના પર્વને લઈને સમગ્ર મંદિર પરિસરમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો.  


આ પણ વાંચો :    Explainer: ગરીબીમાં બાળપણ, લગ્ન વગર 5 બાળકોના પિતા, રોનાલ્ડોની ફૂટબોલના રાજા બનવાની સફર!