અયોધ્યામાં આજે ભવ્ય દીપોત્સવની ઉજવણી થઈ રહી છે. ભગવાન સૂર્યાસ્ત થતાં જ સરયૂ નદીના કિનારે આવેલા 56 ઘાટ પર અંદાજે 30 લાખ દીવડાં પ્રગટાવવામાં આવશે. રામ કી પૈડી સહિત સમગ્ર રામનગરી દીવડાંની રોશનીથી ઝળહળી ઊઠશે. આ ભવ્ય આયોજન નિહાળવા માટે વિદેશથી પણ મોટી સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચ્યા છે.


પળેપળની માહિતી માટે આ પેજ સતત રિફ્રેશ કરતા રહો


અયોધ્યાના 10મા દીપોત્સવમાં રામ કી પૈડી ઘાટ દીવડાઓથી ઝળહળ્યો


ઉત્તરપ્રદેશની રામનગરી અયોધ્યામાં 10મા દીપોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. રામ કી પૈડી ઘાટ પર લાખોની સંખ્યામાં માટીના દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા છે. સરયુ નદીના કિનારે આવેલા 56 ઘાટ પર 30 લાખથી વધુ દીવડાઓ પ્રગટાવી અયોધ્યાને રોશનીથી ઝળહળાવવાનું આયોજન છે. દીવડાઓની ઝગમગાટથી સમગ્ર રામનગરી ભક્તિમય બની છે.  




અયોધ્યામાં 10મા દીપોત્સવની ભવ્ય ઉજવણી, રામ કી પૈડી દીવડાઓથી ઝળહળી


ઉત્તરપ્રદેશની રામનગરી અયોધ્યામાં 10મા દીપોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. રામ કી પૈડી ઘાટ પર લાખોની સંખ્યામાં માટીના દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા છે. સરયુ નદીના કિનારે આવેલા 56 ઘાટ પર 30 લાખથી વધુ દીવડાઓ પ્રગટાવી અયોધ્યાને રોશનીથી ઝળહળાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર અયોધ્યા ભક્તિ અને ઉત્સાહના રંગે રંગાઈ છે.

https://x.com/ANI/status/2119046273143845195?a=tczwbyzUbOvww9mDbZo&s=20  



અયોધ્યા હવે ક્યારેય કર્ફ્યૂના દાયરામાં નહીં આવે: CM યોગી


અયોધ્યામાં દીપોત્સવના મંચ પરથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે અયોધ્યા હવે ક્યારેય કર્ફ્યૂના દાયરામાં નહીં આવે અને અહીં કોઈ રમખાણ કરવાની હિંમત નહીં કરે. તેમણે કહ્યું કે અયોધ્યાને હવે કોઈ ઉપેક્ષિત નહીં રાખી શકે અને સંતોનું અપમાન કે રામભક્તો પર ગોળી ચલાવવાની હિંમત પણ કોઈ કરી શકશે નહીં. યોગીએ વધુમાં જણાવ્યું કે 25 હજાર દીવડાઓથી શરૂ થયેલો દીપોત્સવ આજે 25 લાખનો આંકડો પાર કરી ચૂક્યો છે. રાષ્ટ્રપતિના હસ્તે દીપ પ્રજ્વલન બાદ અયોધ્યામાં 30 લાખ દીવડાઓ પ્રગટાવી સમગ્ર વિશ્વને રામના પ્રકાશથી ઝળહળાવવાનું આયોજન છે.


https://x.com/ANI/status/2119045030744821904?a=LM7RZDDSQ_W0-ylgRFE&s=20 


અયોધ્યાનો દીપોત્સવ ભારતની આસ્થા અને સંસ્કૃતિનું પ્રતીક


અયોધ્યામાં દીપોત્સવના પ્રસંગે ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલે સરયુ નદીના પવિત્ર કિનારે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે રામ માત્ર એક નામ નથી, પરંતુ ભારતના મૂલ્યો, આત્મા અને રાષ્ટ્રીય ચેતનાનું પ્રતીક છે. અયોધ્યાનો ઇતિહાસ હજારો વર્ષ જૂની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાનો સાક્ષી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં અયોધ્યાનો વિકાસ નવી દિશામાં આગળ વધી રહ્યો છે. વધતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓના આગમનથી હોટેલ, પરિવહન, ખાણીપીણી, હસ્તકલા સહિતના ક્ષેત્રોમાં રોજગાર અને આર્થિક સમૃદ્ધિની નવી તકો ઊભી થઈ રહી છે. 


https://x.com/ANI/status/2119043328566288405?a=kMoQOXOko8qZhTZhj_w&s=20   



અયોધ્યામાં ભવ્ય દીપોત્સવનો પ્રારંભ, CM યોગીએ કર્યું સંબોધન


દિવાળીના પર્વે રામનગરી અયોધ્યામાં ભવ્ય દીપોત્સવનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આજે અયોધ્યા ત્રેતાયુગની યાદ અપાવતી જીવંત નગરી બની છે. તેમણે કહ્યું કે એક સમયે જે અયોધ્યામાં ભગવાન શ્રીરામના નામે લાઠી અને ગોળીઓ ચાલતી હતી અને રામના નામ પર પ્રતિબંધ મૂકવાના પ્રયાસો થયા હતા, તે જ અયોધ્યા આજે નવી ભવ્યતા સાથે ઉજળી રહી છે. 


https://x.com/ANI/status/2119040034708070597?a=ITmwWVD88kcTupFb4zc&s=20 



અયોધ્યા આવનારા રામભક્તો પર ગોળી ચલાવનારાઓ પહેલાં માફી માંગે: CM યોગી


અયોધ્યામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નિવેદન આપતાં કહ્યું કે રામભક્તો પર ગોળી ચલાવનારા લોકો અયોધ્યા જરૂર આવે, પરંતુ અહીં આવતા પહેલાં એકવાર માફી માગીને જાય. તેમણે વધુમાં કહ્યું કે પ્રભુ શ્રીરામ તેમને માફ કરશે. યોગીના આ નિવેદનથી રાજકીય ચર્ચા શરૂ થઈ છે. '


https://x.com/ANI/status/2119038153902174638?a=DbGoqRrjd5ciCvdSgoo&s=20 



રામનગરીના ખૂણે-ખૂણે દીવડાંની રોશની

દીપોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સરયૂ ઘાટ, રામકથા ઘાટ અને રામ કી પૈડી સહિતના વિસ્તારોમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. ભગવાન શ્રીરામના વિજય અને અયોધ્યામાં આગમનના ઉત્સવને દીવડાં દ્વારા ભવ્ય રીતે ઉજવવામાં આવશે. 

https://x.com/ANI/status/2119028307270508972?a=pKBLN07jEmP4Kz2ORU8&s=20  


ફૂલોથી શણગારાયું શ્રીરામ જન્મભૂમિ મંદિર

દીપોત્સવ પહેલાં શ્રીરામ જન્મભૂમિ મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. કાર્યક્રમ અંતર્ગત ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં રામલલાની આરતી કરી હતી

સુરક્ષા માટે 20 ઝોન અને 53 સેક્ટર બનાવાયા

દીપોત્સવને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર આયોજન વિસ્તારને 20 ઝોન અને 53 સેક્ટરમાં વહેંચવામાં આવ્યો છે. સુરક્ષા માટે 20 અધિક પોલીસ અધિક્ષક, 45 નાયબ પોલીસ અધિક્ષક સહિત આશરે 6,000 પોલીસકર્મીઓ તૈનાત કરાયા છે.

પીએસી અને એટીએસની ટીમો પણ તૈનાત

સુરક્ષા વ્યવસ્થામાં પીએસીની 9 કંપનીઓ અને આરએએફની 3 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ એટીએસની 2 કમાન્ડો ટીમો પણ કાર્યક્રમની સુરક્ષામાં જોડાઈ છે. ભવ્ય આયોજન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત દેખરેખ રાખવામાં આવી રહી છે.