Djokovic was placed in the main draw amid a visa dispute
  • Home
  • Sports
  • વિઝા વિવાદ વચ્ચે જોકોવિચને મુખ્ય ડ્રોમાં સ્થાન મળ્યું

વિઝા વિવાદ વચ્ચે જોકોવિચને મુખ્ય ડ્રોમાં સ્થાન મળ્યું

 | 4:08 am IST
  • Share

  • ઓસ્ટ્રેલિયન ઓપનમાં જોકોવિચનું રમવું હજુ અનિશ્ચિત

  • ડ્રોમાં 75 મિનિટનો વિલંબ થયો

  • જોકોવિચના વિઝા રદ કરવામાં આવ્યા

 ટોચના ક્રમાંકિત નોવાક જોકોવિચ માટે વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનો માર્ગ મોકળો બની રહ્યો છે. તેને ગુરુવારે ઓસ્ટ્રેલિયન ઓપનના મુખ્ય ડ્રોમાં સામેલ કરવામાં આવ્યો હતો. સર્બિયન સ્ટાર ખેલાડી પ્રથમ રાઉન્ડમાં જ તેના જ દેશના મિઓમીર કેચમાનોવિચ સામે ટકરાશે. ઓસ્ટ્રેલિયન ઓપનના ડ્રોમાં વિલંબ થયો હતો. શરૂઆતમાં તેને અનિશ્ચિત સમય માટે ટાળવામાં આવ્યો હતો પરંતુ લગભગ 75 મિનિટના વિલંબ બાદ ડ્રો કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયન ઓપન સોમવારથી શરૂ થઇ રહ્યો છે. ડ્રોના અનુસાર ક્લે કોર્ટનો બાદશાહ સ્પેનનો રફેલ નાદાલ પ્રથમ રાઉન્ડમાં અમેરિકાના માર્કોસ ગિરોન સામે ટકરાશે. વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ માટે વિમેન્સ અને મેન્સ સિંગલ્સના ડ્રો ઓસ્ટ્રેલિયાના સમય અનુસાર બપોરે 3:00 વાગ્યે કરવાના હતા પરંતુ જોકોવિચના ભાગ લેવાના વિવાદની વચ્ચે ડ્રોને અનિશ્ચિત સમય માટે ટાળવામાં આવ્યો હતો. ત્યારબાદ 4:15 કલાકે ડ્રો કરવામાં આવ્યો હતો. ડ્રોમાં નામ સામેલ હોવા છતાં જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમી શકશે કે નહીં તે અનિશ્ચિત છે. જનહિતને ધ્યાનમાં રાખીને કોરોનાની વેક્સિન નહીં લેનાર જોકોવિચને દેશની બહાર કાઢી શકાય કે નહીં તે અંગે ઓસ્ટ્રેલિયાના ઇમિગ્રેશન અધિકારી વિચારણા કરી રહ્યા છે. ગયા સપ્તાહે મેલબોર્ન પહોંચ્યા બાદ જોકોવિચના વિઝા રદ કરવામાં આવ્યા હતા અને તેને ડિટેન્શન હોટેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો