જૂન સુધીમાં દેશમાં ૧.૫ કરોડ PPE, ૨.૭ કરોડ N-૯૫ માસ્ક્સ, ૫૦,૦૦૦ વેન્ટિલેટર્સની જરૂર - Sandesh
  • Home
  • India
  • જૂન સુધીમાં દેશમાં ૧.૫ કરોડ PPE, ૨.૭ કરોડ N-૯૫ માસ્ક્સ, ૫૦,૦૦૦ વેન્ટિલેટર્સની જરૂર

જૂન સુધીમાં દેશમાં ૧.૫ કરોડ PPE, ૨.૭ કરોડ N-૯૫ માસ્ક્સ, ૫૦,૦૦૦ વેન્ટિલેટર્સની જરૂર

 | 1:49 am IST

। નવી દિલ્હી ।

દેશભરમાં કોરોનાનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે પરિણામે સરકારને પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE) તેમજ ટેસ્ટિંગ કિટની માગ વધી રહી છે. આગામી બે મહિનામાં એટલે કે જૂન સુધીમાં દેશમાં આપણે ૧.૫ કરોડ PPE, ૨.૭ કરોડ N- ૯૫ માસ્કસ, ૧૬ લાખ ટેસ્ટિંગ કિટ તેમજ ૫૦,૦૦૦ વેન્ટિલેટર્સની જરૂર પડશે. સરકારે ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓ સાથેની વાતચીતમાં આ માહિતી આપી હતી. ઉદ્યોગોના પ્રતિનિધિઓ દ્વારા સરકારને પૂછવામાં આવ્યું હતું કે કયા મેડિકલ ઇક્વિપમેન્ટની કેટલી જરૂર પડશે જેથી તે પ્રમાણે ઉત્પાદન માટે આયોજન કરી શકાય અને રોકાણ કરી શકાય.

નીતિ આયોગના સીઈઓે સાથે બેઠક 

નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત સાથે ઉદ્યોગોના પ્રતિનિધિઓની ૩ એપ્રિલે બેઠક યોજવામાં આવી હતી. જેમાં ખાનગી સેક્ટર, એનજીઓ અને આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝેશનના પ્રતિનિધિઓ હાજર હતા. ભારતને આવનારા સમયમાં કેટલા મેડિકલ સાધનોની જરૂર પડશે તેની ચર્ચા કરાઈ હતી.

૧૬,૦૦૦ વેન્ટિલેટર્સ હાજર સ્ટોકમાં છે બીજા ૩૪,૦૦૦નો ઓર્ડર અપાયો  

અધિકારીઓએ જણાવ્યું હતું કે જૂન સુધીમાં દેશમાં વધુ ૫૦,૦૦૦ વેન્ટિલેટર્સની જરૂર પડશે. હાલ ૧૬,૦૦૦ વેન્ટિલેટર્સ હાજર સ્ટોકમાં છે. બીજા ૩૬,૦૦૦નો ઓર્ડર આપવામાં આવ્યો છે. ઉદ્યોગો દ્વારા આ પ્રમાણે રોકાણ કરાશે અને ઉત્પાદન શરૂ કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન