do not do these 3 things on makar sankranti will cause damage throughout the year
  • Home
  • Astro
  • એલર્ટઃ મકર સંક્રાંતિએ કરાતી 3 ભૂલો નોંતરશે ગંભીર નુકસાન

એલર્ટઃ મકર સંક્રાંતિએ કરાતી 3 ભૂલો નોંતરશે ગંભીર નુકસાન

 | 5:24 pm IST
  • Share

  • મકર સંક્રાંતિએ સૂર્ય બદલશે રાશિ

  • તામસિક ભોજનને ટાળવું યોગ્ય

  • દાન અને સ્નાનનો આ દિવસે છે મહિમા

 

 
આવતીકાલે 14 જાન્યુઆરીએ સૂર્ય ધનુ રાશિથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના આ રાશિ પરિવર્તનને મકર સંક્રાંતિના રૂપમાં ઉજવવામાં આવે છે.પંચાંગમાં સમયના અંતરના કારણે આ વર્ષે 14-15 જાન્યુઆરીએ ઉત્તરાયણ ઉજવાશે. આ દિવસે કેટલાક ખાસ કામ કરવાની પણ પરંપરા છે. જેમકે સ્નાન, દાન, તલ-ગોળ, ખીચડી વગેરેનું સેવન. આ દિવસે ખાસ કામ કરવાની મનાઈ પણ છે. કયા કામ આ દિવસે કરવાની મનાઈ છે તે પણ યાદ રાખી લેવું જરૂરી છે.

 

ઉત્તરાયણના દિવસે આ કામ ન કરશો

1. મકર સંક્રાંતિના દિવસે ભૂલથી પણ તામસિક ભોજન (નોનવેજ, લસણ- ડુંગળી) કે મદિરાપાનનું સેવન કરવું નહીં, ઉત્તરાયણના દિવસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. આ દિવસે તામસિક વસ્તુનું સેવન તમને પાપનો ભાગીદાર બનાવશે અને સાથે કષ્ટદાયી રહેશે.

2. મકર સંક્રાંતિના દિવસે દાન કરવાનું ખાસ મહત્ત્વ છે. ખાસ કરીને તલ અને ગોળ, ખીચડીનું દાન કરવું. જો ઘરની સામે કોઈ ભિખારી આવી જાય કે સાધુ સંત આવી જાય તો તેને ખાલી હાથે પરત ન મોકલશો. આમ કરવાથી ધનહાનિ થઈ શકે છે. જો શક્ય હોય તો તમારી કુંડળીના અનુસાર દાન કરો અને તેની સાથે શુભ ફળ આપનારો બનશે. કાળા તલ અને ગોળનું દાન શનિદેવ અને સૂર્યદેવની કૃપા અપાવશે.

 

3. ઉત્તરાયણના દિવસે સ્નાન વિના અને દાન વિના ભોજન ગ્રહણ ન કરો તે ઈચ્છનીય છે. સ્નાનમાં પવિત્ર નદીના જળને મિક્સ કરી લો તો તે તમારા માટે વધુ પવિત્ર બની જશે અને તમને તેનાથી લાભ પણ મળશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો