do not download whatsapp delta or gb whatsapp know reason
  • Home
  • Featured
  • ભૂલથી પણ ન કરતા WhatsApp Delta ડાઉનલોડ, બંધ થઈ જશે તમારું એકાઉન્ટ

ભૂલથી પણ ન કરતા WhatsApp Delta ડાઉનલોડ, બંધ થઈ જશે તમારું એકાઉન્ટ

 | 11:55 am IST
  • Share

  • ક્યારેય ન વાપરો WhatsAppની મોડેડ એપ્સ

  • બંધ થઈ શકે છે તમારું વોટ્સએપ એકાઉન્ટ

ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં WhatsApp એક લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. જો કે, Telegram, Signal અને બીજી એપ્સ WhatsAppને સખત ટક્કર આપી રહી છે, પરંતુ WhatsAppએ સતત નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે. આને કારણે ઘણા થર્ડ પાર્ટી ડેવલપર્સે મોડેડ વોટ્સએપ વર્ઝન પણ બનાવ્યા છે.

આ એપ્સ ડાઉનલોડ કરવી યુઝર્સ માટે ખતરનાક

આ મોડેડ WhatsApp એપમાં મૂળ WhatsApp કરતા વધુ ફીચર્સ આપવામાં આવ્યા છે. જેના કારણે ઘણા યુઝર્સ આ એપ્સનો ઉપયોગ કરે છે. Deltalabs Studioએ આ પ્રકારની જ મોડેડ એપ WhatsApp Delta  કે GBWhatsApp ડેલ્ટા તૈયાર કરી છે.

Google Play Store પરથી WhatsApp Delta  અથવા GBWhatsApp ડાઉનલોડ કરી શકાતું નથી. આ એપ્સ થર્ડ પાર્ટી એપ સ્ટોર્સ પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ માટે, ઘણી વેબસાઇટ્સ પર એપીકે ફાઇલ પણ ઉપલબ્ધ છે જેને એન્ડ્રોઇડ ફોનમાં સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે.

ઘણી વેબસાઇટ્સ આ એપ્લિકેશનને વધુ ડાઉનલોડ સંખ્યા અને રેટિંગ સાથે દર્શાવે છે. GBWhatsApp ડેલ્ટાની APK ફાઈલ પણ થર્ડ પાર્ટી સાઇટ્સ પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. આમાં ઓટો રિપ્લાય જેવા ઘણા વધારાના ફીચર્સ આપવામાં આવ્યા છે.

આ એપ્સ ડાઉનલોડ કરવી યુઝર્સ માટે ખૂબ જ ખતરનાક છે. આ એપ્સ પર વિશ્વાસ કરી શકાય નહીં. તે યુઝર્સના ફોનમાં માલવેર પણ ઇન્સ્ટોલ કરી શકે છે અને યુઝરનો ડેટા કલેક્ટ કરી શકે છે.

WhatsApp પણ આ એપ્સને મંજૂરી આપતું નથી. આ કારણે આ મોડેડ એપ્સનો ઉપયોગ કરવા પર તમારા પર પ્રતિબંધ લાગી શકે છે. કંપનીએ સ્પષ્ટ કહ્યું છે કે જો યુઝર્સને આ એપ્સનો ઉપયોગ કર્યા પછી થોડા સમય માટે પ્રતિબંધિત કરવામાં આવે છે, તો તેમણે સત્તાવાર એપ પર સ્વિચ કરવું જોઈએ. જો યુઝર્સ આવું નહીં કરે તો તેમના પર કાયમ માટે પ્રતિબંધ લગાવી શકાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો