Do not fall for this fake app of CoVID-19 vaccination registration
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • CoVID-19 વેક્સિનેશન રજિસ્ટ્રેશનની આ ફેક એપના ચક્કરમાં ન આવતા, નહીં તો થશે મોટુ નુકશાન

CoVID-19 વેક્સિનેશન રજિસ્ટ્રેશનની આ ફેક એપના ચક્કરમાં ન આવતા, નહીં તો થશે મોટુ નુકશાન

 | 9:00 pm IST
  • Share

એડ્રોઈડ (Android) પ્લેટફોર્મ પર હેકિંગ અથવા બનાવટી એપ્લિકેશનના સમાચાર આવતા રહે છે. આ જ ક્રમમાં એક નવા માલવેર વિશે એક અહેવાલ બહાર આવ્યો છે, જે ભારતમાં એન્ડ્રોઇડ યુઝર્સને CoVID-19 નિ:શુલ્ક રસી રજિસ્ટ્રેશન એપ્લિકેશનની જેમ લાલચ આપે છે. સુરક્ષા સંશોધનકારોએ આ માહિતી આપી છે. અન્ય માલવેરથી પ્રભાવિત સોફ્ટવેરની જેમ, આ નવું માલવેર વપરાશકર્તાઓને અનધિકૃત લિંક્સ પર ટેપ કરવા અને CoVID-19 રસીકરણ નોંધણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહે છે, જે કથિત રીતે ફેક એપ્લિકેશન છે.

આ એપનું નામ SMS Worm છે. આ નવો માલવેર છે જે વપરાશકર્તાના ઉપકરણ પર ટેક્સ્ટ મેસેજ દ્વારા ફેલાય છે અને તેમના કોન્ટેક્ટ ડિટેલ ચોરી કરે છે. તે સ્પષ્ટ છે કે વપરાશકર્તાઓ CoVID-19 નિ:શુલ્ક રસી રજિસ્ટ્રેશન જોઈને આ એપ્લિકેશન ડાઉનલોડ કરશે, પરંતુ આપણે સૌને આવી ફેક એપ્લિકેશનો અને સાયબર એટેક સામે જાગૃત રહેવાની જરૂર છે.

સંશોધનકારે ટ્વિટર પર SMS Wormની માહિતી આપી

માલવેર સંશોધક લુકાસ સ્ટેફાન્કોએ સૌથી પહેલાં ટ્વિટર પર આ SMS Wormની જાણ કરી. તેમણે દાવો કર્યો હતો કે આ નવો એન્ડ્રોઇડ માલવેર ભારતીય વપરાશકર્તાઓને નિશાન બનાવી રહ્યો છે. ટેક્સ્ટ મેસેજ દ્વારા આ મોલવેર કેવી રીતે ફેલાય છે તે પણ તેમણે સમજાવ્યું.

તેણે આ માટે કેટલાક સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે. એકવાર વપરાશકર્તા મેસેજમાં આપેલી લિંક દ્વારા બનાવટી ફ્રી વેક્સિન રજિસ્ટ્રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરે છે, તો આ ફોનમાં રસી રજિસ્ટર એપ્લિકેશનની જેમ ડાઉનલોડ થાય છે. તે ઉપકરણના સંપર્કને એક્સેસ કરવા માટે પરવાનગી માંગે છે. તે મેસેજ મોકલવા અને જોવા માટે પરવાનગી માંગે છે.

આ રીતે MS Worm માલવેર કામ કરે છે

ઓસ્ટ્રેલિયા સ્થિત રિસ્ક ઈંટેલિજેંસ કંપની Cyble એ જણાવ્યું કે SMS Worm માલવેર કેવી રીતે કાર્ય કરે છે. Cyble મુજબ, આ માલવેરથી પ્રભાવિત વ્યક્તિના ઉપકરણ પર વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. એકવાર તે ફોનમાં ડાઉનલોડ થઈ જાય, પછી તે ખાનગી એકાઉન્ટ્સ અને સેવાઓ પર પ્રતિબંધિત એક્સેસ કે અનધિકૃત પ્રવૃત્તિ કરવા માટે ઉપકરણનો ઉપયોગ કરીને, વપરાશકર્તાના ઉપકરણ અને એકાઉન્ટ્સમાંથી વ્યક્તિગત ડેટાને જાહેર કરવા જેવા ઘણા અનધિકૃત કાર્યો કરે છે. SMS Worm માલવેરના સ્ત્રોતની તપાસ કરતી આ કંપનીએ માહિતી મેળવી કે ઇન્ટરનેટ પર સમાન દેખાતા ઘણા રિપોઝિટરી એપ્લિકેશનો છે. આવી સ્થિતિમાં, વપરાશકર્તાઓએ સાવધ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ રીતે તમે તમારી જાતને સુરક્ષિત કરી શકો છો

માલવેરથી બચવાનો સૌથી શ્રેષ્ઠ અને સહેલો વિકલ્પ એ છે કે કોઈપણ અનધિકૃત સ્રોત અથવા વેબસાઇટ દ્વારા કોઈપણ એપ્લિકેશનને ડાઉનલોડ ન કરવી. જો તમને એસએમએસ દ્વારા એક લિંક પ્રાપ્ત થઈ છે જ્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, તો તમારે તેની અવગણના કરવી જોઈએ. એન્ડ્રોઇડ વિશે વાત કરીએ તો અહીં ફક્ત ગૂગલ પ્લે સ્ટોર પરથી જ એપ્લિકેશન ડાઉનલોડ કરવી જોઈએ. એક બીજી રીત પણ છે, તમે જે પણ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો, તે એપ્લિકેશન દ્વારા કઈ પરવાનગી માંગવામાં આવી છે તે ચોક્કસપણે જુઓ. તમારા ડેટાને હેકર્સથી સુરક્ષિત કરવા માટે ટૂ-ફેક્ટર ઓથેટિકેશન લગાવી લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન