Do the Darshan of chachri mata temple BhaktiVideo
  • Home
  • Featured
  • આજે કરીશું સુપ્રસિદ્ધ અમદાવાદના વિઠ્ઠલાપુર ગામે આવેલ ચાચરી માતાના દર્શન, Video

આજે કરીશું સુપ્રસિદ્ધ અમદાવાદના વિઠ્ઠલાપુર ગામે આવેલ ચાચરી માતાના દર્શન, Video

 | 8:34 am IST

જે છે ચૈત્ર સુદ બારસ અને રવિવાર…ત્યારે આવો સાથે મળીને લઈએ માતાજીનું નામ…સૌ પ્રથમ મા મેલડીના આરતીમાં ભાગ લઈને સુખ અને સમૃદ્ધિની કરીએ પ્રાપ્તિ..

સાથે જ અમદાવાદના માંડલ તાલુકામાં સ્થાપિત ચાચરી માતાના ધામના કરીએ દર્શન…આ ઉપરાંત મેલડી માતાની ઉપાસના કરીએ ભજન વંદના થકી..મા મેલડી કરે છે ભક્તોની રક્ષા કહેવાય છે કે જો માની કૃપા આપના પર થઈ જાય તો ભવોભવના પાપમાંથી મુક્તિ મેળવી શકાય છે ત્યારે આવો આજે મા મેલડીની આરતીમાં ભાગ લઈને કરીએ ધન્યતાની પ્રાપ્તિ.

આજે આપને દર્શન કરાવીશુ શક્તિના એક એવા સ્વરુપના જેને ભક્તો ચાચરી માતા તરીકે પૂજે છે. જી હા અમદાવાદના માંડલ તાલુકાના વિઠ્ઠલાપુર ગામે આવેલુ છે ચાચરી માતાનું મૂળ સ્થાનક. કહેવાય છે કે આસપાસના તમામ લોકો માટે કોઈ પણ શુભ પ્રસંગમાં ચાચરી માતાના દર્શન કરવાની પરંપરા છે.

તમામ ગામલોકોનો અભૂતપૂર્વ સહકાર આ ધામની પવિત્રતાને વધારે છે. તો આવો વિઠ્ઠલાપુરમાં બિરાજીત ચાચરી માતાના દર્શનનો લ્હાવો આપણે પણ લઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન