Doctor In Mathura Gave 15 Times Own Sample For Completing Covid Testing Target
  • Home
  • Featured
  • લો બોલો! કોરોના ટેસ્ટનો ટાર્ગેટ પુરો કરવા આ ડૉક્ટરે 15 વાર આપ્યા ખુદના જ સેમ્પલ

લો બોલો! કોરોના ટેસ્ટનો ટાર્ગેટ પુરો કરવા આ ડૉક્ટરે 15 વાર આપ્યા ખુદના જ સેમ્પલ

 | 7:14 pm IST

એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક ડૉક્ટરે કોરોના ટેસ્ટિંગનું લક્ષ્ય પૂર્ણ કરવા માટે 15થી વધારે વાર પોતાનો જ નમૂનો આપ્યો છે. ડૉક્ટરની આ હરકતનો વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ઉત્તર પ્રદેશના મથુરાની છે. આ વિડીયો રવિવારના સામે આવ્યો હતો, જેમાં બલદેવ સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં એક સ્વાસ્થ્ય કાર્યકર્તાને રાજકુમાર સારસ્વતના નમૂના લેતા જોઇ શકાય છે. ત્યારબાદ આ સેમ્પલને ટેસ્ટિંગ માટે નકલી નામો પર સીએમઓ કાર્યાલય મોકલવામાં આવ્યા.

ટેસ્ટિંગનો લક્ષ્યાંક પૂર્ણ કરવા ડૉક્ટર ભૂલ્યો પોતાની જવાબદારી

વિડીયોમાં સારસ્વત ખુદ સ્વીકાર પણ કરે છે કે તે એ માટે પોતાના નમૂના આપી રહ્યો છે કારણ કે ભેગા કરવામાં આવેલા સેમ્પલની સંખ્યા સીએમઓ (મુખ્ય મેડિકલ ઑફિસર) ઑફિસ દ્વારા નક્કી કરવામાં આવેલા લક્ષ્ય કરતા ઓછી છે. જોકે આ દરમિયાન એક સ્વાસ્થ્ય કાર્યકર્તા તેમને સલાહ આપે છે કે તે પોતાના આટલા બધા ટેસ્ટિંગ ના કરાવે, કેમકે આવું કરવાથી તેઓ મુશ્કેલીમાં પડી શકે છે. આ સામુદાયિક કેન્દ્રના એક અન્ય ડૉક્ટર અમિતે આ મામલે સીએમઓને ફરિયાદ કરી.

હોમ આઇસોલેટ થયેલા કોરોના પોઝિટિવ દર્દીઓની સહી પણ નકલી

અમિતે જણાવ્યું કે તેમને 27 જુલાઈના કોવિડ-19ના સેમ્પલ લેવાનું કામ સોંપવામાં આવ્યું હતુ. તેમણે આરોપ લગાવ્યો કે સીએચસી પ્રભારી યોગેન્દ્ર સિંહ રાણાએ એ તમામ કર્મચારીઓ પર દબાવ બનાવ્યો કે દર્દી સેમ્પલ આપવા માટે કેન્દ્ર પર નથી આવી રહ્યા તો તેઓ ખોટા સેમ્પલ લે, કેમકે સેમ્પલનું લક્ષ્ય પૂર્ણ ના થવા પર તેમનો કોન્ટ્રાક્ટ ખત્મ થઈ જશે. એટલું જ નહીં અમિતે જણાવ્યું કે, હોમ આઇસોલેટ થયેલા કોરોના પોઝિટિવ દર્દીઓની સહી પણ નકલી છે.

એડિશનલ સીએમઓ રાજીવ ગુપ્તાએ કહ્યું કે, “આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય અધિકારી જો દોષી ઠરે છે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.”

આ વિડીયો પણ જુઓ: કચ્છ : મારુ ગામ મારો સંદેશ : કુકમા ગામ આદર્શ ગામ તરીકે જાણીતું છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન